દીકરીએ પિતાના ફોનમાં અન્ય યુવતિ સાથેના તેના ફોટોઝ શોધી કાઢ્યા, માતાને કહેતા તેમનો દાવ થયો, બાપના પ્રેમિકા વાળા ઇલુ ઇલુના ફોટાઓ…
Ahmedabad Husband Cheats Wife : ગુજરાતમાંથી ઘણીવાર પતિ અથવા પત્નીના લવ અફેરના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાંથી આવો એક મામલો સામે આવ્યો, જેમાં એક દીકરીએ ગેમ રમવા પિતાનો મોબાઇલ લીધો અને આ દરમિયાન જ તેણે તેના પિતા અને તેમની પ્રેમિકાના અશ્લીલ ફોટો ફોનમાં જોઇ લેતા આ વાતની જાણ તેણે તેની માતાને કરી અને પછી તે બાદ ગુસ્સે થયેલા પિતાએ દીકરી અને પત્નીને માર માર્યો અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા.
લગ્નના થોડા સમય પછી જ થઇ પતિના લવ અફેરની જાણ
ત્યારપછી આ મામલાની પરણિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં રહેતી મહિલાનાના લગ્ન 2010માં આનંદનગરમાં રહેતા યુવક સાથે થયા હતા.આ લગ્નથી તેમને એક દીકરી પણ છે. દંપતિ ખાનગી શાળામાં નોકરી કરે છે પણ લગ્નના થોડા સમય પછી મહિલાને જાણ થઈ કે પતિના તો અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. જો કે, આ દરમિયાન તેણે પતિને પ્રેમસંબંધ ન રાખવાનું કહેતા પતિ ઝઘડો કરતો અને માર પણ મારતો.

બીજી મહિલા સાથેના અશ્લીલ ફોટો મળી આવ્યા
આ ઉપરાંત સાસરાવાળા પણ પતિનું ઉપરાણું લેતા તેથી પરણિતા પિયર જતી રહી હતી. તેણે પતિ અને સાસુ સામે ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે સમાધાન થઇ જતા તે આખરે સાસરે પાછી ફરી પણ તેમ છતાં પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધ ચાલુ રાખ્યો એટલે બંને વચ્ચે ઝઘડા થતા રહેતા. આ દરમિયાન જ 16 જૂને દીકરીએ ગેમ રમવા માટે ફોન લીધો અને પિતાના ફોનમાંથી બીજી મહિલા સાથેના અશ્લીલ ફોટો મળી આવ્યા.

પરણિતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
આ પછી આ વાત તેણે તેની માતાને કહી અને ફોટો બતાવ્યા. પોતાની પોલ ખુલી જતા ગુસ્સે ભરાયેલા પિતાએ દીકરી અને પત્નીને અપશબ્દો કહ્યા અને માર પણ માર્યો. આ ઉપરાંત ગળું દબાવી પત્નીને મારી નાખવાની ધમકી પણ આપી અને ઘરમાંથી બંનેને કાઢી મૂક્યા. ત્યારે આખરે આ મામલે પરણિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.