પપ્પા પુલ પર ચઢાવી રહ્યા હતા સાઇકલ, મમ્મી બેઠી હતી પાછળ, મદદ કરવા માટે દીકરાએ જે કર્યું એ તમારું પણ દિલ જીતી લેશે… જુઓ વીડિયો

વાહ આ દીકરાએ જીત્યા દિલ, સાઇકલ લઈને પુલનો ઢાળ ચઢાવી રહેલા પિતા માટે કર્યું એવું કામ કે જોઈને તમે પણ કરશો સલામ.. વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર રોજ કોઈને કોઈને ઘટનાને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણાં વીડિયો એવા હોય છે જે આપણે હેરાન કરી દેતા હોય છે તો ઘણા વીડિયો દિલ પણ જીતી લેતા હોય છે. કેટલાય વીડિયોમાં કેટલીક એવી ઘટનાઓ જોવા મળે છે જેને આપણને પણ વારંવાર જોવાનું મન થાય.

હાલમાં ઇન્ટરનેટ એક ખુબ જ સુંદર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે પાછળની સીટ પર બેઠેલી એક મહિલા સાથે એક પુરુષ સાઈકલ ચલાવી રહ્યો છે અને બાળક પાછળથી સાઈકલને ધક્કો મારી રહ્યું છે. માનવામાં આવે છે કે આ પરિવાર અકબરપુર ઓવરબ્રિજ પરથી જઈ રહ્યો હતો.

ઢાલ ચઢાવવા દરમિયાન પિતાએ વધુ બળ લગાવવું પડ્યું, તેથી બાળક સાયકલ પરથી ઉતરી ગયો અને તેને ધક્કો મારવા લાગ્યો, જેથી પિતા થાકી ન જાય. ઈન્ટરનેટ યુઝર્સ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. આ વિડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર ‘અભય ગિરી’ (@abhaygiri21) દ્વારા 29 માર્ચે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Abhay Giri (@abhaygiri21)

તેણે કેપ્શનમાં લખ્યું “સ્માઈલ.”આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. આ ક્લિપથી લોકો એટલા ભાવુક થઈ ગયા કે કેટલાક યુઝર્સની આંખોમાં પણ આંસુ આવી ગયા. વિડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તેની હજુ પુષ્ટિ થઈ નથી. પરંતુ આ હૃદયસ્પર્શી ક્ષણને જોઈને, તમે ચોક્કસપણે સમજી શકશો કે પુત્રનો તેના માતાપિતા માટેનો પ્રેમ.

Niraj Patel