Video: દીકરા માટે પિતાએ એવી દેશી કાર બનાવી કે લોકોના ઉડ્યા હોંશ, IPS ઓફિસર પણ હેરાન

આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો ‘બાપ બાપ હોતા હૈ’

આપણે જોઈએ છીએ કે એક પિતા તેના પરિવાર માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પોતે કષ્ટ વેઠીને પોતાના સંતાનોને સુખ આપે છે અને તેમની દરેક જરૂરિયાત પૂર્ણ કરે છે. એક મા પોતાની લાગણી સામાન્ય રીતે લોકો સામે વ્યક્તિ કરી દેશે પરંતુ એક પિતા તેની લાગણીને અંદર છુપાવી રાખે છે અને બને ત્યા સુધી લોકો સમક્ષ તે વ્યક્ત કરતો નથી.

હવે આજે અમે જે કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમા એક પિતાએ તેના પુત્ર માટે જે કર્યું તે જોઈને તમને પણ ગર્વ થશે.  પુત્રની એક ઉંમર પછી પિતા સાથે તેમનો સંબંધ મિત્ર જેવો થઈ જાય છે. તેથી દરેક ઈચ્છા તેમની સાથે શેર કરે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયો પર વાઈરલ થઈ રહ્યો છે. જેમા એક પિતાએ તેના પુત્ર માટે લાકડાની કાર બનાવી, આ કાર જોયા બાદ તમે પણ આશ્ચર્યમાં પડી જશો. જેમણે પણ આ વીડિયો જોયો તે ઈમોશનલ થઈ ગયો.

તમે આ વીડિયોમાં જોશો કે આ વ્યક્તિએ તેમના પુત્ર માટે એક શાનદાર લાકડાની કાર બનાવે છે. કદાચ તસવીરો જોઈને તમને પહેલા એવુ પણ લાગશે કે આ કાર કોઈ શો પીસ તરીકે રાખવા માટે બનાવી હશે, પરંતુ તમે સમજવામાં કંઈક ભૂલ કરો છો. આ કારને ચલાવી પણ શકાય છે. જ્યારે આ કાર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ ત્યારે કોઈ પણ વ્યક્તિ એમ નહીં કહીં શકે કે આ કાર લાકડામાંથી બનેલી છે. એટલી ચોક્કસાઈ રીતે આ કારને બનાવાવમાં આવી છે કે જોઈને લોકોના હોશ ઉડી ગયા.

પહેલી નજરમાં આ કાર એકદમ ઓરિજનલ લાગશે પરંતુ હકિકતમાં આ કારને લાકડામાંથી બનાવવામાં આવી છે. આ કારની બધી વસ્તુઓ ઓટોમેટિક બનાવવામાં આવી છે. આ વીડિયોને IPS ઓફીસર દીપાંશુ કાબરાએ શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, પિતાનો પ્રેમ અને બેજોડ કૌશલ્યના મેળના કારણે માત્ર 68 દિવસમાં બની ગઈ Wooden Car. દીકરા માટે સ્પેશિયલ ગીફ્ટ. હાલમાં આ વીડિયો ખુબ  વાયરલ થઈ રહ્યો છે અને આ પિતાની ખુબ પ્રશંસા પણ કરવામાં આવી રહી છે.

YC