ખબર

દીકરાની વહુ ઉપર જ ખરાબ નજર રાખતા હતા સસરા, પછી દીકરાએ બાપને જીવતો મારી નાખ્યો પછી જે થયું

બેશરમ સસરો ‘વહુ’ ને અશ્લીલ ઈશારા કરતો હતો, જયારે દીકરાને ખબર પડી તો દીકરાએ આપ્યું એવું મોત, જોઈને જીવ કંપી ઉઠશે

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણી આસપાસ અને દેશમાં બનતી હોય છે, પરંતુ આ દરમિયાન એક એવી ખબર સામે આવી છે જે જાણીને તમારું કાળજું પણ કંપી ઉઠશે. પોતાના જ દીકરાની વહુ ઉપર ખરાબ નજર રાખનાર એક સસરાને તેના દીકરાએ એવી સજા આપી કે જાણીને તમે પણ હચમચી ઉઠશો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય પ્રદેશના જબલપુરમાં એક દીકરાએ પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીકરાએ તેના જ પિતાને તેની પત્ની સાથે આપત્તીજનક હાલતમાં જોઈ લીધા હતા. ત્યારબાદ તેને આ ઘટનાને અંજામ આપ્યો.

આ હેરાન કરી દેનારો મામલો બરગી પોલીસ સ્ટેશન ક્ષેત્રનો છે. મળેલી જાણકારી પ્રમાણે બરગી પોલીસને 28 માર્ચના રોજ ગઢ ગોરખપુર બીટના જંગલમાં એક શબ અડધું સળગેલું મળ્યું હતું. પોલીસને શંકા હતી કે આ વ્યક્તિની હત્યા કરીને તેની ઓળખ છુપાવવા માટે તેને સળગાવી દેવામાં આવ્યો છે. આ હત્યાકાંડનો ખુલાસો કરવા માટે પોલી કપ્તાન દ્વારા અલગ અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું.

દેહાત સ્ટેશન ઉપરાંત સીવની પોલીસ સાથે પણ આ મામલામાં પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ ખબર પડી કે શબ સીવની જિલ્લાના ઘૂંસોર સ્થિત બરોદા માલ ગામના 52 વર્ષીય શૈલ પટેલનું છે. જેના ખોવાવવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. બરગી પોલીસ તાત્કાલિક પરિવારજનો પાસે પહોંચી અને પુછપરછ શરૂ કરી.

મૃતકની પત્ની રમાબાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે 26 માર્ચના રોજ શૈલ કુમાર પટેલને આયુષ શર્મા અને મનોજ નામના બે યુવકો પોતાની સાથે બાઈક ઉપર બેસાડીને લઇ ગયા હતા. ત્યારથી તે ઘરે પાછા નથી આવ્યા. આ જાણ્યા બાદ પોલીસે આયુષ શર્મા અને મનોજ સરગર્મીની શોધ શરૂ કરી.

ત્યારબાદ આ બંનેને અભિરક્ષમાં લઈને પુછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. આરોપીઓએ જણાવ્યું કે શૈલ પટેલના દીકરા પ્રમોદ પટેલે જ પોતાના પિતાની હત્યાનું કાવતરું રચ્યું હતું.  પ્રમોદે મનોજ અને આયુષને પોતાના પિતાની હત્યા અને 50 હજાર રૂપિયા આપવાની વાત કહી હતી. અને એડવાન્સમાં 15 હજાર પણ આપ્યા હતા.

આરોપીઓએ જણાવ્યું કે તેમને પહેલા મૃતકને બાઈક ઉપર બેસાડ્યા અને પછી વાતોમાં વળગાડીને ઘંસૌર ચોક લઇ ગયા. જ્યાં તેમને શૈલને એક ગાડીમાં બેસાડ્યા અને ગાડીમાં જ ગળું દબાવીને તેમની હત્યા કરી નાખી. કોઈને ખબર ના પડે તે માટે થઈને આરોપીઓએ જંગલ તરફ જવા વાળા કાચા રસ્તા ઉપર મૃતક શૈલ પટેલના શબને ફેંક્યું અને આસપાસની ઝાડીઓ ભેગી કરી અને શબમાં આગ લગાવી દીધી.

પોલીસ દ્વારા આ મામલામાં આરોપી પ્રમોદ પટેલ સમેત અન્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ જ્યારે મૃતકના દીકરા પ્રમોદ પટેલ સાથે પુછપરછ કરી ત્યારે આ હત્યા પાછળની હકીકત સામે આવી. પ્રમોદે જણાવ્યું કે તેને પોતાની પત્નીને તેના પિતા સાથે આપત્તીજનક હાલતમાં જોઈ લીધી હતી જેના પછી એને પોતાના પિતાની હત્યા કરી નાખી.