ફ્લાઇટની અંદર દીકરીને હેરાન કરવા પર પિતાને આવી ગયો ગુસ્સો, ચાલુ પ્લેનમાં જ શરૂ થયો ઝઘડો, જુઓ વીડિયો

દીકરીને હેરાન કરી રહ્યો હતો એક વ્યક્તિ, પિતાને આવી ગયો ગુસ્સો, ફલાઇટમાં જ એક વ્યક્તિ સાથે… જુઓ વીડિયો

Father angry over daughter’s molestation in flight : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને વીડિયો વાયરલ તથા હોય છે, જેમાં ઘહણી ઘટનાઓ એવી પણ સામે આવે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણીવાર ક્યાંક ઝઘડો થતો હોય છે ત્યારે પણ લોકો પોતાના મોબાઈલ કેમેરામાં આવા ઝઘડાને કેદ કરી લેતા હોય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે.

ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ફલાઇટની અંદર ઝઘડો થતો જોવા મળી રહ્યો છે. આપણે મોટાભાગે બસ અને ટ્રેનની અંદર ઝઘડાઓ થતા જોયા હશે, જેમાં સીટને લઈને ઘણીવાર પેસેન્જર એકબીજા સાથે બાખડી પડતા હોય છે, પરંતુ પ્લેનની અંદર સીટ તમારી પહેલાથી જ બુક હોય છે અને તેના કારણે ઝઘડો નથી થતો.

પરંતુ વાયરલ વીડિયોમાં ઝઘડો સીટના કારણે નહિ પરંતુ કોઈ અન્ય કારણે થયો હોવાનું જોવા મળી રહ્યું છે. વાયરલ થઇ રહેલો વીડિયો મીડિયા રિપોર્ટ અનુસાર વિસ્તાર ફલાઇટનો જણાવામાં આવી રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ બૂમો પાડી અને સામેના વ્યક્તિ સાથે ઝઘડો કરી રહ્યો છે. ક્રૂ મેમ્બર પણ બંનેને શાંત થવા માટે કહી રહ્યા છે, અને કેપ્ટનને પણ કોલ કરવાનું કહે છે.

વીડિયોમાં એક વ્યક્તિ ખુબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો છે અને જોર જોરથી બોલી રહ્યો છે, રિપોર્ટ અનુસાર આ ઝઘડો એ વ્યક્તિની દીકરી સાથે ગેરવર્તણૂક કરવાના કારણે થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ ઘટના કઈ ફ્લાઈટમાં અને ક્યારે બની તેના વિશેની કોઈ માહિતી સામે નથી આવી. ટ્વિટર પર આ વીડિયોને ઘર કે ક્લેશ નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel