સસરા અને વહુ વચ્ચે ચાલી રહ્યું હતું ઈલુ ઇલુ, એક દિવસ દીકરાએ કઢંગી હાલતમાં જ પકડી લીધા, પછી સસરા અને વહુએ દીકરા સાથે કર્યું એવું કે….

અડધી રાત્રે સસરો વહુને દીકરા પાસેથી ઉઠાડીને પોતાના રૂમમાં લઇ ગયો, દીકરાએ જઈને જોયું તો બંને કામલીલામાં મસ્ત હતા , પછી કર્યો એવો કાંડ કે… જાણીને જ રૂંવાડા ઉભા થઇ જશે

આપણી આસપાસ ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જે સંબંધોને પણ શર્મસાર કરી દેતી હોય છે. ઘણા ઘરની અંદર જ પરિવારના સભ્યો વચ્ચે જ અવૈધ સંબંધો ચાલતા હોય છે, ક્યાંક દિયર ભાભી તો ક્યાંક સસરા અને વહુ વચ્ચે પણ અતરંગી સંબંધો હોવાના કિસ્સાઓ સામે આવે છે, અને આવા કિસ્સાઓ બહાર આવતા જ તેના ગંભીર પરિણામો પણ સામે આવે છે.

રાજસ્થાનના અલવરના બેહરોર શહેરના વ્યાપારી મંડળના પૂર્વ પ્રમુખના પુત્ર બિઝનેસમેન બિક્રમ યાદવની હત્યાનો કેસ બેહરોડ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. રવિવારે પરિવારજનો મૃતકના અંતિમ સંસ્કાર ચુપચાપ કરી રહ્યા હતા, પરંતુ તે દરમિયાન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફોન આવતા સમગ્ર મામલો ખુલ્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.

અલવર જિલ્લાના ભીવાડી એએસપી વિપિન શર્માએ જણાવ્યું કે બહેરોર નયા બસ સ્ટેન્ડ ટ્રેડ યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ 64 વર્ષીય બળવંત યાદવને તેના પુત્ર વિક્રમ યાદવની 29 વર્ષીય પત્ની પૂજા સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ ગેરકાયદેસર સંબંધ છેલ્લા દોઢ વર્ષથી ચાલતો હતો. રવિવારે રાત્રે 2.30 વાગ્યાના સુમારે બળવંત તેના પુત્રના રૂમમાં ગયો હતો અને પુત્રવધૂ પૂજાને બહાર બોલાવી હતી.

આ દરમિયાન વિક્રમ જાગી ગયો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે તેની પત્ની અને પિતાને કઢંગી હાલતમાં જોયા હતા. આ જોઈને વિક્રમ ગુસ્સે થઈ ગયો અને પોતાના રૂમમાં ગયો. અહીં પિતા અને પુત્રવધૂએ વિક્રમના રૂમમાં જઈને દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. વિક્રમનું મૃત્યુ ન થાય ત્યાં સુધી બંનેએ તેમના ગળાને દોરડાથી પકડી રાખ્યો હતો.

હત્યાને છુપાવવા માટે સસરાએ ખોટી સ્ટોરી રચી હતી. બંનેએ તેને આત્મહત્યા કહેવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા બાદ ઓઢણીથી પંખા પર લટકાવી દેવામાં આવ્યો હતો. પછી તેને પલંગ પરથી ધકેલી દીધો. આ દરમિયાન વિક્રમને માથામાં ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. સોમવારે સવારે બળવંત રાબેતા મુજબ મોર્નિંગ વોક માટે ગયો હતો અને પૂજા ઘરના કામ કરવા લાગી હતી. વોક પરથી પાછા ફર્યા બાદ બળવંતે સંબંધીઓને ફોન કરીને જણાવ્યું કે વિક્રમને અકસ્માત થયો છે અને તેનું મૃત્યુ થયું છે.

પરિવારજનોએ અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ કરી લીધી હતી. જ્યારે વિક્રમના સાળાએ તેના ગળા પર નિશાન જોયું તો તેણે તેના પર સવાલો ઉભા કર્યા. દરમિયાન એક સંબંધીએ પોલીસને જાણ કરી હતી. અને આખો મામલો સામે આવી ગયો હતો. બેહરોર પોલીસ ડેપ્યુટી આનંદ રાવે જણાવ્યું કે શહેરના વોર્ડ 33 પટેલ નગરના રહેવાસી બળવંત યાદવે કેસ નોંધાવ્યો કે તેણે સવારે તેના નાના પુત્રને મોર્નિંગ વોક માટે બોલાવ્યો પરંતુ વિક્રમે જવાની ના પાડી. જેના બાદ તે પોતે મોર્નિંગ વોક માટે ગયો હતો અને ઘરે પરત ફરીને વિક્રમને ફરી ફોન કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

ત્યાર બાદ પુત્રવધૂ પૂજાને ફોન કર્યો અને તેણે કહ્યું કે વિક્રમ દુકાને ગયો છે. પરંતુ વિક્રમની સ્કુટી ઘરે ઉભી હતી તેથી તેણે સ્કુટી ઉભી હોવાનું કહેતા અટકાવ્યા હતા. ત્યારે અચાનક પુત્રવધૂ રડતી રડતી દોડી આવી અને કહ્યું કે વિક્રમ પલંગ પાસે લોહીલુહાણ હાલતમાં પડેલો છે. હાલત નાજુક બનતાં પરિવારજનો વિક્રમને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Niraj Patel