ફટાફટ કરી લો આ કામ નહિ તો બંધ થઇ જશે FasTag, ભોગવવું પડશે નુકશાન

જલ્દી જ FasTag KYC કરાવો, નહીં કરો તો થશે નુકસાન, પ્રોસેસ જાણી લો ….

જો તમે KYC અપડેટ નથી કરાવી તો 29 ફેબ્રુઆરી બાદ તમારી મુશ્કેલીઓ વધી શકે છે. એક્સપ્રેસવે અને નેશનલ હાઇવે પર જો તમે કોઇ પણ પરેશાની વિના સફર કપવા માગો છો તો 29 ફેબ્રુઆરી સુધી KYC જરૂર અપડેટ કરાવી લો. જો

આવું નહિ કરો તો તમારો FASTag બ્લેકલિસ્ટ થઇ જશે. નેશનલ હાઇવે ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા (NHAI) તરફથી ફાસ્ટેગની કેવાઇસી અપડેટ કરાવવાની તારીખ 29 ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવી છે. NHAI તરફથી આકદમ એક વાહન એક ફાસ્ટેગ અંતર્ગત ઉઠાવવામાં આવ્યુ છે, જેનો ઉદેશ્ય છે કે એક ગાડી પાસે એકથી વધારે ફાસ્ટેગ ન હોય.

FASTag KYC ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું?
જો તમે FASTagનું KYC અપડેટ કરવા માંગો છો, તો તમે ઑનલાઇન અરજી કરી શકો છો. આ માટે સત્તાવાર વેબસાઇટ fastag.ihmcl.com પરથી મદદ લઈ શકાય છે. અહીં તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી સાઇન ઇન કરવાનું રહેશે. આ પછી, ડેશબોર્ડ પર મેનુ વિકલ્પ જુઓ અને My Profile પર ક્લિક કરો. આ પછી KYC વિકલ્પ પર જાઓ અને Customer Type પસંદ કરો.

હવે તમારે સ્ક્રીન પર દેખાતા ડિક્લેરેશન બોક્સને ચેક કરવું પડશે અને KYC અપડેટ પ્રક્રિયા માટે આગળ વધવું પડશે. તમે તમારી પાર્ટનર બેંકની વેબસાઇટ દ્વારા પણ KYC અપડેટ મેળવી શકો છો. આ માટે, https://www.netc.org.in/request-for-netc-fastag પર જાઓ અને તમારી બેંક પસંદ કરો. હવે સ્ક્રીન પર દર્શાવેલ સૂચનાઓને અનુસરો.

KYC ઑફલાઇન કેવી રીતે અપડેટ કરવું ?
ઓફલાઇન KYC અપડેટ કરાવવા માટે તમારે ફાસ્ટેગ ઈશ્યુ કરનાર બેંકમાં જવું પડશે. આ માટે પાન કાર્ડ, એડ્રેસ પ્રૂફ, આઈડી, પાસપોર્ટ સાઈઝ ફોટોની જરૂર પડશે. તમે તમારા બેંક રિપ્રેઝન્ટેટિવ પાસેથી FASTag KYC ફોર્મ માંગી શકો છો અને તેને ભરીને બધા જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરી શકો છો. આ પછી બેંક તમારા ફોર્મની ચકાસણી કરશે અને તેની પ્રક્રિયા કરશે. આ પછી, એકવાર FASTag KYC પૂર્ણ થયા પછી, તમને એક ઇમેઇલ અને SMS સૂચના મળશે.

FASTag KYC સ્ટેટસ કેવી રીતે ચેક કરવું
FASTag KYCનું સ્ટેટસ ચેક કરવા માટે, તમારે fastag.ihmcl.com પર જવું પડશે અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી સાઇન ઇન કરવું પડશે. હવે તમે માય પ્રોફાઇલ પર જઈને KYC સ્ટેટસ જોઈ શકો છો. જો તમારો નંબર NHAI FASTag વેબસાઇટ પર નોંધાયેલ નથી, તો MyFASTag એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નોંધણી પૂર્ણ કરો. આ પછી તમે KYC સ્ટેટસ ચેક કરી શકો છો.

Shah Jina