શેરડીના ખેતરમાં જગતના તાતની દયનિય સ્થિતિ, વાંદરાથી પોતાના પાકને બચાવવા માટે બનવું પડે છે ભાલુ, વીડિયોએ ભાવુક કરી દીધા, જુઓ

ખેડૂતના હાલ થયા બેહાલ, શેરડીના પાકને બચાવવા તંત્રએ આંખ આડા કાન કર્યા તો પોતે જ કર્યો અનોખો જુગાડ, જુઓ વીડિયો

The farmer wore a bear mask to protect the crops : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયોને લઈને વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને ભાવુક પણ થઇ જવાય. તો ક્યારેક કોઈની એવી દશા બતાવવામાં આવતી હોય છે જે આંખોમાં પાણી લાવી દે. હાલ એવો જ એક વીડિયો જગતના તાત કહેવાતા ખેડૂતનો સામે આવ્યો છે.

ખેડૂત પોતાના પાકને જીવજંતુઓ, પક્ષીઓ અને રખડતા પ્રાણીઓથી બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. જ્યારે વહીવટીતંત્ર તરફથી કોઈ મદદ ન મળે ત્યારે ખેડૂતો પોતાનો રસ્તો પોતે જ શોધે છે. હાલમાં લખીમપુર ખેરીના ખેડૂતોનો જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં કેટલાક ખેડૂતો પોતાના પાકને વાંદરાઓથી બચાવવા માટે ‘રીંછ’ના પોશાક પહેરીને ખેતરોમાં બેઠા છે.

તસવીરો અને વીડિયો વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યાં કેટલાક ટ્વિટર યુઝર્સે આ બાબતે લખ્યું  “મારો દેશ બદલાઈ રહ્યો છે અને આગળ વધી રહ્યો છે… ” તો ઘણાએ કહ્યું કે આ આદિપુરુષ ફિલ્મ અને તેના પોશાક કરતા વધુ સારી છે. આ તસવીરો 25 જૂન, શનિવારે ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.

તેમણે કેપ્શનમાં કહ્યું “લખીમપુર ખેરીના જહાં નગરમાં, ખેડૂતો તેમના શેરડીના પાકને વાંદરાઓથી બચાવવા માટે રીંછના પોશાકનો ઉપયોગ કરી રહ્યા છે. ગજેન્દ્ર સિંહ નામના ખેડૂતે જણાવ્યું કે આ વિસ્તારમાં 40-45 વાંદરાઓ ફરે છે અને પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. અમે અધિકારીઓને પણ અરજી કરી હતી, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તેથી અમે ખેડૂતોએ ભેગા મળીને પૈસા ભેગા કર્યા અને અમારા પાકને બચાવવા માટે આ ડ્રેસ 4,000 રૂપિયામાં ખરીદ્યો. હવે કોઈ આ ડ્રેસ પહેરીને ખેતરોમાં બેઠો છે, જેથી વાંદરાઓ ખેતરમાં ન આવે.

જ્યાં ખેડૂતોએ અધિકારીઓ પર આ બાબતે ધ્યાન ન આપવાનો આક્ષેપ કર્યો છે. અને અધિકારીઓએ કાર્યવાહીની ખાતરી આપી છે. ‘ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર’ (DFO) સંજય બિસ્વાલે કહ્યું- હું ખેડૂતોને ખાતરી આપું છું કે વાંદરાઓ પાકને નુકસાન ન કરે તે માટે અમે તમામ પગલાં લઈશું. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ખેડૂતો પોતાના પાકને વાંદરાઓ અને અન્ય પ્રાણીઓથી બચાવવા માટે ઘરેલુ યુક્તિઓ લઈને આવ્યા હોય. આ પહેલા 3 જૂનના રોજ રીંછ બનીને પાકનું રક્ષણ કરતા ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Niraj Patel
error: Unable To Copy Protected Content!