માણસના નસીબ ક્યારે ખુલી જાય કઈ કહેવાય નઈ, મળ્યો આટલા કરોડનો ખજાનો
કહેવાય છે ને કે જયારે ઉપરવાળો આપે છે તો, છપ્પર ફાડીને આપે છે, આવું જ કંઇક તેલંગણાના જનગામમાં પેમબર્થી ખેડૂત સાથે થયુ છે. નરસિમ્હા નામના એક ખેડૂતની કિસ્મત એ જ સમયે પલટાઇ ગઇ, જયારે ઉજ્જડ જમીન પર કામ કરતા તેને સોનાથી ભરેલ એક વાસણ મળ્યુ.

શરૂઆતમાં આ ખેડૂતને વિશ્વાસ થઇ રહ્યો ન હતો કે તેને આટલો કિંમતી ખજાનો મળ્યો છે. પરંતુ તેણે જેવી જ રીતે તે વાસણ ખોલીને જોયુ તો તોની આંખો ખુલ્લી જ રહી ગઇ. ખજાનાની વાત જંગલમાં આગની જેમ ફેલાઇ ગઇ અને ઘણા બધા લોકો એકઠા થઇ ગયા. પ્રશાસનના લોકો પણ તુરંત જ સ્થળ પર પહોંચી ગયા અને તપાસ શરૂ કરી.

નરસિમ્હાએ એક મહીના પહેલા જ 11 એકડ જમીન ખરીદી અને તે તેના લેવલિંગમાં લાગેલો હતો. ઘડામાં સોનાની 22 ઇયરિંગ, 51 ગુંદેલુ, 11 પુસ્થેલુ, એક 13 ગ્રામનું નારા પડીગેલુ, 24 ગ્રામની એક નાની સોનાની છડી મળી અને ચાંદીની 26 છડી, 5 ચેન, 21 સિલ્વર રિંગ અને 37 અન્ય સિલ્વર આઇટમો મળી જેનું વજન 42 ગ્રામ છે. આ ઉપરાંત 7 રૂબી અને એક કિલો 200 ગ્રામ તાંબાનો કળશ મળ્યો..
એવું માનવામાં આવી રહ્યુ છે કે, આ ખજાનો કાકતીય વંશનો છે. કાકતીય સામ્રાજ્યની રાજધાની વારંગલ હતી. જનગામમાં પૂર્વ વારંગલનો હિસ્સો હતો અને હાલમાં જ તેને અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નરસિમ્હાને લગભગ 5 કિલો સોનાના આભૂષણ મળ્યા છે. જેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યા છે. નરસિમ્હાને કિંમતી ખજાનો મળ્યાની ખબર પૂરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.