ભારત અને પાકિસ્તાનની મેચમાં વરસાદ બન્યો હોટ વિલન, તો સ્ટેડિયમમાં પંખાથી સૂકવવામાં આવી પીચ, વાયરલ થઇ તસવીરો અને વીડિયો
Fans were used in the field to dry : ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચની આખી દુનિયા રાહ જોઈને બેઠું હોય છે. ત્યારે ભારત અને પાકિસ્તાનમાં આ મેચને લઈને કંઈક અલગ જ ક્રેઝ જોવા મળે છે. ત્યારે હાલ એશિયા કપ ચાલી રહ્યો છે અને તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલા યોજાઈ રહ્યા છે, જો કે પહેલી મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઈ પરંતુ સુપર 4માં આ બંને ટીમો એક બીજા સાથે ફરીથી ટકરાઈ અને એમાં પણ વરસાદ પડ્યો. જો કે સારું હતું આ મેચ માટે એક રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો. જેના બાદ આજે મેચ ફરી શરૂ થઇ ગઈ.
પંખાથી સૂકવવામાં આવી પીચ :
ગઈકાલે જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચમાં બેટિંગ કરી રહી હતી ત્યારે 25મી ઓવર દરમિયાન વરસાદ પડ્યો હતો જેના કારણે રમત રોકવી પડી હતી. વરસાદના કારણે મેચ બંધ થઈ ત્યારે ભારતે 2 વિકેટે 147 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે વરસાદ બંધ થયા બાદ કંઈક એવું થયું જેનાથી ફેન્સ ચોંકી ગયા. વાસ્તવમાં મેદાનનો કેટલોક ભાગ ભીનો હતો જેના કારણે મેદાન પંખાથી સૂકવવામાં આવ્યું હતું. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
અશ્વિન પણ રહી ગયો હેરાન :
ભારતીય ટીમના સ્પિનર અશ્વિને X પર આ ખાસ શૈલી પણ શેર કરી અને તેને ‘ઇનોવેશન…’ નામ આપ્યું. અશ્વિને આ માટે ગ્રાઉન્ડ સ્ટાફની મહેનતની પણ પ્રશંસા કરી હતી. ગ્રાઉન્ડ વર્કર્સની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
Innovation 🤝🤝#PakvsInd #AsiaCup2023
Ground staff doing the most thankless job. pic.twitter.com/gAhu4WwJGI
— Ashwin 🇮🇳 (@ashwinravi99) September 10, 2023
રાહુલ અને વિરાટ પાકિસ્તાનના બોલરોને ધોઈ રહ્યા છે :
જો મેચની વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી. ભારત તરફથી શુભમન ગિલ અને રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. રોહિતે 52 રનની ઇનિંગ રમી અને ગિલે 58 રનની ઇનિંગ રમી, બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 121 રનની કુલ ભાગીદારી કરી. બંનેએ સાથે મળીને પાકિસ્તાની બોલરોને ધોઈ નાખ્યા. હવે આજે રિઝર્વ ડેમાં મેચ શરૂ થઇ છે અને કે એલ રાહુલ અને કોહલી પણ પાકિસ્તાનના બોલરોને ફટકારી રહ્યા છે.
Hats off to Srilankan ground staff 👍#PAKvIND #INDvsPAK #AsiaCup2023 #Colombo pic.twitter.com/bTHYHEYtsg
— Showbiz & News (@ShowbizAndNewz) September 10, 2023