શિલ્પા શેટ્ટીની સામે આવ્યો ક્રેઝી ફેન, કારમાં ઘુસવાની કોશિશ કરવા પર અભિનેત્રીએ કર્યુ કંઇક એવું કે…વીડિયો થઇ ગયો વાયરલ

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા દાયકાઓથી બોલિવૂડ પર રાજ કરી રહી છે. તે એકમાત્ર એવી અભિનેત્રી છે જે લગભગ દરેક પ્લેટફોર્મ પર દેખાઈ છે. મોટા પડદા સિવાય, તેણે ટેલિવિઝન, રેડિયો, એપ્લિકેશન અને તેની લોકપ્રિય યુટ્યુબ ચેનલ પર ઘણા શો આપ્યા છે. શિલ્પાએ ઘણા રિયાલિટી શોને જજ પણ કર્યા છે. શિલ્પા શેટ્ટી પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના બાળકો અને પરિવારને પણ સોશિયલ મીડિયાથી દૂર રાખતી નથી. શિલ્પા શેટ્ટી ઘણીવાર પોતાના બાળકો સાથે ફરતી જોવા મળે છે.

શિલ્પા તેના બાળકો વિયાન રાજ કુન્દ્રા અને સમિષા સાથે ઘણો સમય વિતાવે છે. આવી સ્થિતિમાં તે ઘણીવાર બાળકો સાથે ફરતી જોવા મળે છે. શિલ્પાની દીકરી શમિષા પણ હવે કેમેરા ફ્રેન્ડલી બની ગઈ છે. તાજેતરમાં જ શિલ્પા અને સમિષા અભિનેત્રી સ્મૃતિ ખન્નાની પુત્રી અન્યકાના જન્મદિવસની પાર્ટીમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ તસવીરો પણ ક્લિક કરાવી હતી. સ્મૃતિ ખન્નાએ તાજેતરમાં કોકોમેલનની થીમ સાથે તેની પુત્રીનો બીજો જન્મદિવસ ઉજવ્યો.

આ દરમિયાન શિલ્પા શેટ્ટી પણ તેની પુત્રી સાથે પહોંચી હતી.કે, આ પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે શિલ્પા સાથે કંઈક એવું થયું કે તે ચોંકી ગઈ. જ્યારે શિલ્પા શેટ્ટી અને પુત્રી સમિષા સ્મૃતિ ખન્નાની પુત્રીના જન્મદિવસની ઉજવણીમાંથી બહાર આવી ત્યારે પેપરાજીઓએ તેમને ઘેરી લીધા હતા. શિલ્પા અને સમિષાને જતા જોઈને પેપરાજીએ તેમનો વીડિયો બનાવ્યો અને સાથે જ ક્યૂટ સમિષાને બાય પણ કહ્યું. આ દરમિયાન એક વ્યક્તિ સમિષા સાથે ફોટો પડાવવા માટે શિલ્પાની કારમાં ઘૂસવા લાગ્યો.

આ જોઈને શિલ્પાએ તે વ્યક્તિને ઠપકો આપ્યો અને કહ્યું – તું શું કરે છે? શિલ્પા અને સમિષાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સમીષાએ સફેદ રંગનું ફ્રોક પહેર્યું છે. બીજી તરફ શિલ્પા મલ્ટી-કલર પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટ અને સફેદ શર્ટ પહેરેલી જોવા મળે છે. વીડિયોમાં સમિષા પણ સુંદર રીતે પેપરાજીને ટાટા અને બાય બાય કહેતી જોવા મળે છે. સમિષાની આ સ્ટાઈલ ફેન્સનું દિલ જીતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

શિલ્પા શેટ્ટીના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો આ દિવસોમાં તે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જોવા મળે છે. શિલ્પા આ રિયાલિટી શોની જજ છે. તેની સાથે કિરણ ખેર, ગીતકાર મનોજ મુન્તાશીર અને રેપર બાદશાહ પણ જજિંગ પેનલનો ભાગ છે. આ શોનું ગ્રાન્ડ ફિનાલે હાલમાં જ થયુ છે. શિલ્પા પાસે નિકમ્મા નામની ફિલ્મ પણ છે. આમાં તેની સાથે અભિનેતા અભિમન્યુ દાસાની જોવા મળશે.

Shah Jina