નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વચ્ચે ચાલુ મેચે મેદાનમાં ઘુસ્યો ફેન, પહોંચી ગયો વિરાટની નજીક- ઓળખ આવી સામે

કોહલીને ગળે લગાવવા ફીલ્ડ પર પહોંચેલા ફેનને પોલિસ સ્ટેશન લઇ ગઇ પોલિસ, ઓળખ ખબર પડતા જ બધાનો છૂટ્યો પરસેવો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ દરમિયાન એક ખૂબ જ ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. એક ફેન અચાનક ચુસ્ત સુરક્ષા કોર્ડન તોડીને ચાલુ મેચે મેદાનમાં ઘુસી ગયો. સિક્યોરિટી કોર્ડન તોડીને આ ફેન અચાનક વિરાટ કોહલી પાસે પહોંચ્યો.

સુરક્ષા વચ્ચે ચાલુ મેચે મેદાનમાં ઘુસ્યો ફેન

જણાવી દઈએ કે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન એક પિચ ઈન્વેડર વિરાટ કોહલી ફિલીસ્તીનનો ધ્વજ લઈને પહોંચ્યો હતો. આ ફેનના મોં પર ફિલીસ્તીનનું માસ્ક પણ હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન સુરક્ષાનો ભંગ કરીને મેદાનમાં ઘૂસી ગયેલા ફિલીસ્તીન સમર્થકની પોલીસે ધરપકડ કરી છે.

ફિલીસ્તીનનો એક સમર્થક મિડલ ફિલ્ડમાં ઘુસી ગયો

આ ઘટના ભારતની ઈનિંગની 14મી ઓવર દરમિયાન બની હતી જ્યારે ફિલીસ્તીનનો એક સમર્થક મિડલ ફિલ્ડમાં ઘુસી ગયો હતો અને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી સુધી પહોંચ્યો હતો. આ છોકરાની ટી-શર્ટ પર સ્લોગન લખેલું હતું. ટી-શર્ટ પર લખેલું હતું, ‘ફિલીસ્તીન પર બોમ્બ ધડાકા બંધ કરો.’

પોલિસ સ્ટેશન લઇ ગઇ પોલિસ

આ પ્રશંસકે શરૂઆતમાં કોહલીની પીઠ થપથપાવી અને ભારતીય બેટ્સમેનને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલા જ સુરક્ષાકર્મીઓએ તેને હટાવી દીધો..ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસેલા શખ્સને અમદાવાદની ચાંદખેડા પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઇ.

વિરાટ કોહલીને મળવા આવ્યો હતો

સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં પ્રવેશનાર વ્યક્તિએ કહ્યું, “મારું નામ જોન છે, હું ઓસ્ટ્રેલિયાનો છું. હું વિરાટ કોહલીને મળવા (ફિલ્ડમાં) આવ્યો હતો. હું ફિલીસ્તીનને સમર્થન આપું છું. ”

Shah Jina