ફેને ધોનીને RCBને સપોર્ટ કરવા કહ્યું તો ધોની બોલ્યો “હું RCB અથવા કોઈ બીજી ટીમને સપોર્ટ કરીશ તો….”, જુઓ જબરદસ્ત વીડિયો
Fan asked Dhoni to support RCB : IPL 2024 શરૂ થવાને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે અને ખેલાડીઓનું ઓક્શન પણ પૂર્ણ થઇ ગયું છે. જેમાં દરેક ટીમે પોતાના પસંદગીના ખેલાડીઓ પર મોહર મારી દીધી છે. ત્યારે ચાહકો એ વાતને લઈને પણ ખુબ જ ખુશ છે કે ચેન્નાઇ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે પણ આઇપીએલમાં જોવા મળશે. એમએસ ધોની માત્ર આઈપીએલમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેણે પાંચ આઈપીએલ ટાઈટલ જીત્યા છે અને હાલમાં તે આઈપીએલ ચેમ્પિયન છે.
ફેને ધોનીને RCBને સપોર્ટ કરવા કહ્યું :
IPL 2024 માટેની હરાજી 19 ડિસેમ્બર મંગળવારના રોજ થઈ હતી, જેમાં તમામ ટીમોએ ખેલાડીઓને ખરીદ્યા હતા. આ ઇવેન્ટના એક દિવસ પછી, એક RCB ફેન એમએસ ધોનીને એક ઇન્ટરવ્યુમાં મળ્યો. આ દરમિયાન વ્યક્તિએ એમએસ ધોનીને પૂછ્યું કે અમે ટ્રોફી કેવી રીતે જીતી શકીએ અથવા તમારે અમને સમર્થન આપવું જોઈએ. CSKના કેપ્ટન ધોનીએ આ અંગે જે કહ્યું તે દિલ જીતી લેનારું હતું. આ વ્યક્તિએ પૂછ્યું હતું કે તમે એક સફળ કેપ્ટન છો અને તમે IPLમાં 5 ટ્રોફી જીતી છે. હું 16 વર્ષથી આરસીબીનો પ્રશંસક છું. તમે ટાઇટલ જીતવામાં અમને ટેકો આપો.
ધોનીએ આપ્યો દિલ જીતી લેનારો જવાબ :
આ સાંભળીને ધોનીએ સ્મિત કર્યું અને કહ્યું, “તમે જાણો છો, તે ખૂબ જ સારી ટીમ છે, પરંતુ તમારે એ પણ જોવું પડશે કે ક્રિકેટમાં પ્લાન મુજબ કંઈ જ થતું નથી. તેથી જો તમે IPLની વાત કરીએ તો તમામ 10 ટીમો જીતવા માંગે છે. ટીમ મજબૂત હોય છે જો તેમની પાસે ફિટ હોય તેવા તમામ ખેલાડીઓ હોય. સમસ્યા ત્યારે આવે છે જ્યારે તમે કોઈને મિસ કરો છો.”
View this post on Instagram
મારા ચાહકો શું વિચારશે ?:
ધોનીએ વધુમાં કહ્યું કે, “જો તમે કોઈ મોટા ખેલાડીને ઈજા કે અન્ય કોઈ કારણોસર ચૂકી જશો તો સમસ્યા ઊભી થશે. તે એક સારી ટીમ છે અને દરેક પાસે ટાઈટલ જીતવાની તક છે. હવે મને જુઓ કે મારી બહુ બધી વસ્તુઓમાં મારી ટીમને લઈને ચિંતા કરવી પડે છે. હું બધી ટીમોને શુભકામનાઓ પાઠવું છું. પરંતુ તેનાથી પણ મોટી વાત એ છે કે આ સમયે હું કંઈપણ કરી નથી શકતો. કારણ કે કલ્પના કરો કે હું જો કોઈપણ રીતે આરસીબી અથવા કોઈ અન્ય ટીમને સપોર્ટ કરીશ તો અમારા ચાહકો શું વિચારશે ? તમે શું વિચારશો ?