ઢોલીવુડ મનોરંજન

ગુજરાતી ફિલ્મોની આ ખ્યાતનામ અભિનેત્રીનું નિધન, છેલ્લા એક વર્ષથી હતી ગંભીર બીમાર- જાણો વિગત

2020નું વર્ષ ખુબ જ દુઃખદ સાબિત થયું છે. એક પછી એક ફિલ્મી સિતારાઓ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને જઈ રહ્યા છે. હજુ મહેશ-નરેશના નિધનની ખબરથી ગુજરાત બેઠું નથી થયું ત્યાં હવે ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રી મેઘના રોયના નિધનના સમાચાર આવી રહ્યા છે.મેઘના રોય છેલ્લા એક વર્ષથી ગંભીર બીમારીઓથી પીડાઈ રહી હતી.

Image Source

આજે 23 ડિસેમ્બરની સવારના જ તેમનું હાર્ટ એટેક દ્વારા નિધન થયું છે. તેમને ગુજરાતી ફિલ્મો ઉપરાંત રંગભૂમિ અને ધારાવાહિકોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ગત 8 ડિસેમ્બરના રોજ જ દ્વારા મેઘના રોયનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો હતો. તે છેલ્લા એક વર્ષથી પથારી ઉપર જ હતી. મેઘન રોયના નિધન બાદ ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ એક ખુબ જ સારી પ્રતિભાને ખોઈ નાખી છે.

Image Source

મેઘના રોયે “એક મહેલ હો સપનો કા” ધારાવાહિકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેના દ્વારા ગુજરાતના દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ પણ બનાવી હતી. આ ઉપરાંત તેમણે ધારાવાહિક “તીન બહુરાનિયા”માં પણ કામ કર્યું હતું. ધારાવાહિક અને રંગમંચના નાટકો ઉપરાંત તેમણે ‘સતી તોરલ’, ‘મા અંબા ગબ્બરવાલી’, ‘જય જય સંતોષી માં’ જેવી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવીને પોતાનું યોગદાન આપ્યું હતું. મેઘના રોયને ગુજરાતી સિનેમા અને થિયેટરમાં તેમના પ્રભાવી યોગદાન બદલ 12th ગુજરાતી સ્ક્રીન એવોર્ડમાં તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.