જામનગરનો યુવાન અને બીજા લોકો પાણીમાં એવી રીતે ફસાયા કે નજારો જોઈને તમે પણ હેરાન રહી જશો, વીડિયો શેર કરી અને માંગી મદદ

હાલ ગુજરાતની અંદર મેઘરાજાએ મહેર વરસાવી દીધી છે, ત્યારે આ દરમિયાન રાજકોટ અને જામનગર તરફની પરિસ્થિતિ સાવ ગંભીર બની ગઈ છે. વરસાદના પાણીમાં ઘણા લોકો અને ઘણા પરિવારો ફસાયા છે અને તે તંત્ર પાસે મદદ પણ માંગી રહ્યા છે. આ દરમિયાન ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં લોકો મદદ માટે અપીલ પણ કરી રહ્યા છે, ત્યારે એક વીડિયો જોઈને ઘણા લોકોની આંખો આંસુઓથી ભીંજવવા લાગી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક યુવક મદદ માટે અપીલ કરી રહ્યો છે. તે જણાવી રહ્યો છે કે તે અને તેમની સાથે રહેલા લોકો કેવી રીતે પાણીમાં ફસાયા છે અને તેમને બહાર કાઢવા માટેનો એક માત્ર ઉપાય હેલીકૉપ્ટર જ છે. તેના દ્વારા જ રેસ્ક્યુ કરી અને તેમને બચાવી શકાય તેમ છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે જામનગરના નાગેશ્વર વિસ્તારમાં બેઠા પુલથી નીચે આવેલા ખોડીયાર મંદિરના પૂજારી પરિવારના બે પુરુષો અને ચાર મહિલા સહિતના છ લોકો પૂરના પાણીની વચ્ચે ફસાયા છે. પાણી છેક મંદિરની છત સુધી આવી ગયું છે અને તેમની પાસે હવે જીવ બચાવવાનો કોઈ વિકલ્પ ના રહેતા તેમને મોબાઈલમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરી દીધો હતો.


આ વીડિયોની અંદર યુવકના જણાવ્યા અનુસાર તેમને ફક્ત હેલીકૉપ્ટર દ્વારા જ બચાવી શકતા હોવાનું તે જણાવે છે જેના બાદ તંત્ર પણ સજાગ બને છે. મીડિયા રિપોર્ટ અનુસાર વાયુસેનાના હેલીકૉપ્ટર દ્વારા આ પરિવારને બચાવી લેવામાં આવ્યો છે. વીડિયોમાં પણ સ્પષ્ટ દેખાઈ શકતું હતું કે આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે અને મંદિરની છત સુધી પણ પાણી પહોંચવામાં આવ્યું હતું.

Niraj Patel