અમદાવાદ: આ નકલી ડોક્ટરોની ત્રિપુટીએ સારવારના બહાને પડાવ્યા લાખો રૂપિયા અને એક કોરોના દર્દીએ ગુમાવ્યો જીવ

સમગ્ર ગુજરાત સાથે સાથે અમદાવાદમાં પણ કોરોનાનો પ્રકોપ યથાવત છે તેવામાં અનેક લોકોએ કોરોનાની બીજી લહેરમાં જીવ ગુમાવ્યા છે. આ પ્રકોપ વચ્ચે ઘણા ડોક્ટર અને નર્સ દર્દીઓનો જીવ બચાવવા ઘણુ કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક નકલી ડોક્ટર અને નર્સની લાલચમાં એક પરિવારે તેમના સભ્યને ગુમાવ્યો છે.

ઘટનાની વિગત તપાસીએ તો અમરાઇવાડીમાં એક નકલી ડોક્ટર સાથે મળી કોરોનાના દર્દીની સારવાર કરી તેને મોત આપનાર નર્સની ધરપકડ કરી છે. નકલી ડોક્ટર અને નર્સની ત્રિપુટીની પૈસાની લાલચે એક પરિવાર પાસેથી તેમના સ્વજનને છીનવી લીધા છે.

અમદાવાદના ઇસનપુરમાં રહેતી રીના, નરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખે નકલી ડોક્ટર બની કોરોનાના દર્દીની ઘરે સારવાર આપવાના નામે તેમની પાસેથી 1.50 લાખની છેતરપિંડી કરી છે. બીજી બાજુ જોઇએ તો, અમરાઇવાડીમાં રહેતા વિશાલભાઇ કોરોના સંક્રમિત થયા હતા અને પાડોશીની મદદથી ઘરે સારવાર માટે આ નકલી ડોક્ટરોનો સંપર્ક થયો હતો અને કોરોનાની સારવારના બહાને તેમની પાસેથી પૈસા પણ ઘણા લેવામાં આવ્યા હતા અને તબિયતમાં સુધારો ન થવા પર તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા જે બાદ તેમનું મોત નિપજયુ હતુ.

Shah Jina