બાળક માટે તરસતી મહિલાનું થયું મૃત્યુ, ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું, બેભાન થઇ અને અચાનક દુનિયાથી અલવિદા….

ગર્ભ નહોતો રહેતો એટલે કંટાળીને IVF કરાવવા ગઈ આ યુવતી, પણ ડોક્ટરના કાંડને લીધે મળ્યું દર્દનાક મૃત્યુ…આઠ મહિનાની

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે કે જે સાંભળી આપણે પણ ચોંકી જઇએ છીએ. ઘણીવાર કેટલાક લોકો ફર્જી ડિગ્રી મેળવી તેનો દુરુપયોગ કરતા હોય છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો, જેમાં એક ફર્જી ડોક્ટર દ્વારા એક મહિલાની IVF ટ્રીટમેન્ટ કરવામાં આવી અને તે મહિલા આ ટ્રીટમેન્ટથી પ્રેગ્નેટ તો ના થઇ, પણ તેનું મોત થઇ ગયુ. એક મહિલાને બાળકની ચાહતમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મહિલાને ઘણા વર્ષોથી સંતાન નહોતું. તેથી દંપતીએ IVFની મદદથી તેમની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો.

ઈન્જેક્શન આપતાની સાથે જ મહિલા કોમામાં ચાલી ગઈ હતી અને 7 દિવસ પછી તેનું અવસાન થયું હતુ. બાળકની ઈચ્છામાં આઈવીએફનું ચલણ વધી રહ્યું છે. લોકોએ IVFને પણ કમાણીનું માધ્યમ બનાવ્યું છે. ગ્રેટર નોઈડામાં એક નકલી ડૉક્ટર દ્વારા IVF કરાવવું મહિલાને મોંઘુ પડ્યું. જેમાં ડોક્ટરની બેદરકારીના કારણે એક મહિલાએ જીવ ગુમાવવો પડ્યો હતો. મહિલાના પતિની ફરિયાદ બાદ પોલીસે આરોપી અને ફર્જી ડોક્ટરની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ગાઝિયાબાદના વસુંધરામાં રહેતા ચંદ્રભાન રાવતની પત્ની લલિતા રાવતને IVF કરાવવાનું હતું.

19 ઓગસ્ટના રોજ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ પતિ-પત્ની ક્રિએશન વર્લ્ડ નામના આઈવીએફ સેન્ટર પર પહોંચ્યા હતા. આરોપ છે કે આ દરમિયાન ડોક્ટરે મહિલાને બેહોંશ કરવાવાળી દવાનો ઓવરડોઝ આપ્યો, જેના કારણે મહિલાની તબિયત લથડી અને ત્યારબાદ 26 ઓગસ્ટે મહિલાનું મોત થઈ ગયું. મહિલાના પતિએ IVF સેન્ટરના સંચાલક વિરુદ્ધ બેદરકારીનો આરોપ લગાવીને બિસરખ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. જે બાદ શુક્રવારે બિસરાખ પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી હતી.

માહિતી આપતા ડીસીપી સેન્ટ્રલે જણાવ્યું કે, સુપરટેક ઈકો વિલેજ સ્થિત ક્રિએશન વર્લ્ડ નામના આઈવીએફ સેન્ટરના સંચાલક સામે કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ આરોપી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની એમબીબીએસ ડિગ્રીની તપાસ કરવામાં આવી હતી, જે નકલી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જણાવી દઇએ કે, પોલીસે FIRમાં કલમ 304 વધારીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો ચોંકાવનારી વાત સામે આવી. IVF સેન્ટરના MD પ્રિયા રંજન ઠાકુરે બિહારની ભૂપેન્દ્ર નારાયણ યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી મેળવી છે.

પ્રતિકાત્મક તસવીર

તે વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. જ્યારે યુનિવર્સિટીમાંથી તેની તપાસ કરવામાં આવી તો ડિગ્રી નકલી નીકળી. પ્રિયરંજન ઠાકુરે ક્યારેય ભૂપેન્દ્ર નારાયણ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો ન હતો. 28 ઓગસ્ટના રોજ પોલીસે આરોપી પ્રિયરંજન ઠાકુરની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો હતો. બિસરાખ પોલીસ સ્ટેશનના પ્રભારી ઉમેશ બહાદુર સિંહે જણાવ્યું કે IVF સેન્ટર ઓપરેટરના MD પ્રિયા રંજન ઠાકુર તપાસમાં દોષી સાબિત થયા છે. તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. કેસની તપાસ હજુ ચાલુ છે. જો તપાસમાં અન્ય કોઈ દોષિત જણાશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina