અસલી મગરની પાસે આ ભાઈ નકલી મગરનો કોસ્ચ્યુમ પહેરીને સુઈ ગયો, પકડ્યો મગરનો પગ, અને પછી થયું એવું કે… જુઓ વીડિયો

અસલી મગર સાથે નકલી મગરનો કોસ્ચ્યુમ પહેરીને સુઈ ગયો આ વ્યક્તિ, ધીમેથી હાથ કાઢીને અસલી મગરનો પગ પકડ્યો અને પછી… જુઓ હચમચાવી દેનારો વીડિયો

ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ, તો ઘણીવાર કેટલાક લોકો વીડિયો બનાવવા માટે એવા એવા કામ કરતા હોય છે જેને જોઈને કોઈના પણ શ્વાસ અઘ્ધર થઇ જાય. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આપણે બધા જ જાણીએ છીએ કે મગર પાણીનો રાજા છે, અને તે પાણીની બહાર હોય તો પણ એટલો જ ખતરનાક હોય છે, કોઈ વ્યક્તિ મગર સામે જવાનું ભૂલમાં પણ નહિ વિચારે, માણસ શું પ્રાણીઓ પણ મગરથી દૂર રહેવામાં જ પોતાની ભલાઈ માનતા હોય છે, કારણ કે જો મગરે તેનો શિકાર કરી લીધો તો બચવાના કોઈ ચાન્સ બાકી નથી રહેતા, પરંતુ એક ભાઈએ તો મગરને પણ ઉલ્લુ બનાવવાનું નક્કી કરી લીધું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભાઈ નકલી મગરનો કોસ્ચ્યુમ પહેરીને અસલી મગરની બાજુમાં જઈને સુઈ જાય છે. તેનો કોસ્ચ્યુમ એવો છે કે તે એકદમ મગર જેવો જ લાગે છે. તેની બાજુમાં બીજો મગર છે અને તે ધીમે ધીમે મગરનો પગ પકડવા માટે જાય છે. સાચા મગરને પણ ખબર નથી કે તેની બાજુમાં કોઈ અસલી મગર નહીં પરંતુ એક માણસ છે અને તે પણ શાંત જ રહે છે. તેને તો એમ જ લાગે છે કે તેની બાજુમાં તેનો સાથી મગર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ આપતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને હેરાન પરેશાન રહી ગયા, કારણે કે મગરના આટલા નજીક જવાની કોઈની હિંમત નથી હોતી અને આ ભાઈએ જે કર્યું તે ખરેખર રૂંવાડા ઉભા કરી દેનારું હતું.

Niraj Patel