હવે મિનિટોની અંદર બની જશે ગર્લફ્રેન્ડ, સિંગલ લોકો માટે આવી ગઈ ખુશખબરી- જાણો કઈ રીતે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક નવા નવા ફીચર્સ લાવતુ રહે છે. તેનાથી યુઝર્સનો ઇન્ટરેસ્ટ તેમાં બનેલો રહે છે. હવે ફેસબુક એક નવા સ્પીડ વીડિયો ડેટિંગ એપને ટેસ્ટ કરી રહ્યુ છે. આ સર્વિસને કંપનીએ Spark નામ આપ્યુ છે.

કંપની અનુસાર, Sparkedમાં યૂઝર્સ માટે વીડિયો સ્પીડ ડેટિંગ ઓફર કરવામાં આવશે. Sparked એપ યૂઝર્સ માટે ફ્રી રહેશે. તમે આને ફેસબુક એકાઉન્ટની સાથે લૉગીન કરી શકશો. Vergeના રિપોર્ટ પ્રમાણે આ એપમાં પહેલી વીડિયો ડેટ ચાર મિનીટ માટે હશે.

પહેલી ડેટ બાદ જો બન્ને યૂઝર્સ ફરીથી વીડિયો ડેટ પર આવે છે, તો બીજો વીડિયો ડેટ 10 મિનીટનો હશે. જો બીજા ડેટમાં વાત બની જાય છે તો યૂઝર્સને બીજા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ઇમેલ, આઇ-મેસેજ પર ચેટ માટે પ્રેરિત કરી શકાશે.

જોકે Sparked પર સાઇન-અપ કરતા પહેલા કેટલાક નિયમો માનવો પડશે. આમાં એકબીજાનુ સન્માન કરવુ, એપને સેફ જગ્યા બનાવવા જેવા નિયમ સામેલ હશે. Sparkedમાં યૂઝર્સને એ બતાવવુ પડશે કે તેને શું લાગે છે કે તે સારો વ્યક્તિ છે. આ જવાબ Sparkedના લોકો રિવ્યૂ કરે છે. જવાબમાં સટિસ્ફાઇ થયા બાદ જ ડેટ માટે તેની સાઇન-અપ પ્રૉસેસની પરવાનગી આપવામાં આવે છે.

Shah Jina