જેતપુરમાં પૂર્વ પતિએ પોતાના ભત્રીજા સાથે મળીને પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી, દીકરીએ કહ્યું, “પપ્પાને ફાંસી આપો !”

દીકરીએ કહ્યું, “મારા પપ્પાને ફાંસી આપો !” છૂટાછેડા લઈને બે બાળકો સાથે રહેતી મહિલાને પૂર્વ પતિ અને ભત્રીજાએ છરીના ઘા મારીને રહેંસી નાખી !!

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને આત્મહત્યાના સતત બનાવો સામે આવી રહ્યા છે, ઘણા લોકો પ્રેમ પ્રસંગોમાં પણ એક બીજાની હત્યા કરી નાખતા હોય છે, થોડા દિવસ પહેલા જ સુરતમાં થયેલી ગ્રીષ્મા વેકરિયાના હત્યારાને હજુ ફાંસી મળી નથી ત્યાં વધુ એક મહિલાની હત્યાના સમાચારથી આખું ગુજરાત હચમચી ગયું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુરમાં આવેલા ગુજરાતીની વળી ભક્તિનગર વિસ્તારમાં ગત રોજ સવારે જ પૂર્વ પતિએ તેના ભત્રીજા સાથે મળીને તેની પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી, આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ હતી. મહિલાની હત્યા કર્યા બાદ બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા.

પોલીસને આ ઘટના અંગે જાણ થતા જ તે દોડી આવી હતી, અને મહિલાને 108 મારફતે લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવી હતી, પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી, જેના બાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો થયો અને આ ઘટના અંગે મૃતક મહિલાની દીકરીનું નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી હતી.

તો આ મળે પોલીસને તપાસ કરતા માલુમ પડ્યું કે મૃતક મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હતા. જેના બાદ તે પોતાના દીકરા અને દીકરી સાથે રહેતી હતી, ત્યારે મૃતક મહિલાની દીકરીએ પોતાની માતાની હત્યાને લઈએં તેના પીતાને ફાંસી આપવાની પણ માંગણી કરી હતી. આ ઘટના બાદ બંને બાળકો અનાથ બન્યા છે.

આ હચમચાવી ઘટના અંગે મળી રહેલી વધુ માહિતી અનુસાર ભાવિકનગરમાં પોતાના બંને બાળકો સાથે રહેતા 40 વર્ષીય પ્રસંતબહેન શાંતુભાઈ તેમના ઘરે હતા ત્યારે જ તેનો પૂર્વ પતિ શાંતુ કહોર અને ભત્રીજો શિવરાજ કહોર આવી ચઢ્યા હતા અને અચાનક જ મહિલાને છરીના ઘા ઝીંકવા લાગ્યા હતા, જેના બાદ તેઓ લોહીલુહાણ હાલતમાં જ ઢળી પડ્યા હતા અને બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા.

ત્યારે આ ઘટના અંગે પાડોશીઓને જાણ થતા જ તેમને પોલીસને જાણ કરી હતી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાને હોસ્પિટલ મોકલવામા આવ્યા હતા. પરંતુ ત્યાં તેઓ મૃત જાહેર કરવા આવ્યા, મૃતક મહિલા પ્રસંતબેનને સંતાનમાં એક 14 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો છે. જે માતાના નિધન બાદ તેઓ નોધારા બન્યા છે.

આ ઘટનાને લઈને મૃતક મહિલાની દીકરીએ દિવ્ય ભાસ્કર મીડિયાને જણાવ્યું હતું કે ” મારા પપ્પાના પહેલા લગ્ન થઈ ગયા હતા ત્યારે તેની ઘરવાળીને પેટ્રોલ છાંટી મારી નાખી હતી. અત્યારે મારી મમ્મીને મારી નાખી છે. મારા પપ્પા અને મમ્મી વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે, મારા મમ્મીને બેથી ત્રણ વાર મારવાની કોશિશ કરી. મારા પપ્પા એક પણ રૂપિયો દેતા નહીં. મારો પિતરાઇ શિવરાજ કહોર અને મારા પપ્પા શાંતુ કહોરને જેલમાં ધકેલી ફાંસીએ ચડાવો. હું પ્રધાનમંત્રીને જ માનુ છું બાકી હું કોઈને માનતી નથી. હું સુતી હતી ત્યારે મારા પપ્પા અને મારો પિતરાઇ આવીને અચાનક મારી મમ્મીને છરીના ઘા મારી પતાવી દીધી હતી.”

 

Niraj Patel