યુરોપની લીઝાને પસંદ આવી ગયો ભારતનો દેશી યુવક, આ રીતે પહોંચ્યો પ્રેમ લગ્ન સુધી, જુઓ તેમની શાનદાર તસવીરો

એવું કહેવાય છે કે પ્રેમ કોઈ બંધનોમાં બંધાતો નથી હોતો અને પ્રેમ કોને ક્યારે અને ક્યાં થઇ જાય તે પણ કોઈ નથી જાણતું. વળી આજે તો સોશિયલ મીડિયાનુ ચલણ પણ ખુબ જ વધ્યું છે જેના કારણે ઘરની ચાર દીવાલોમાં બેસીને પણ દૂર વિદેશમાં કોઈ યુવતી સાથે પણ પ્રેમ થઇ જતો હોય છે, આવી ઘણી કહાનીઓ આપણી સામે આવી હશે જેમાં આવા ઓનલાઇન થયેલા પ્રેમ લગ્ન સુધી પહોંચતા હોય છે અને સાત સમુદ્ર પાર કરીને પણ વર-કન્યા લગ્ન કરવા માટે આવતા હોય છે. હાલ એવી જ એક કહાની સામે આવી છે.

યુરોપની લીઝા ભારતના મિથિલેશના પ્રેમમાં પડી હતી. બંનેના લગ્ન થઈ ગયા. આ કપલની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહી છે. ખાસ વાત એ છે કે બંને એકબીજાની ભાષા સમજતા ન હતા. આમ છતાં બંનેએ એકબીજાને દિલ આપ્યું અને લગ્ન કરી લીધા. આ દંપતીએ યુટ્યુબ વીડિયોમાં તેમની લવ સ્ટોરી વર્ણવી હતી. શરૂઆતમાં બંને લોકો ટ્રાનસેલશન દ્વારા વાત કરતા હતા. લીઝા રશિયન જાણતી હતી અને મિથિલેશ અંગ્રેજી જાણતો હતો.

મિથિલેશ મુંબઈનો છે અને ટ્રાવેલ બ્લોગર છે. તો તેની પત્ની લીઝા મિન્સ્ક (બેલારુસ) થી છે. મિથિલેશે જણાવ્યું કે તે માર્ચ 2021માં પહેલીવાર રશિયા ગયો હતો. ત્યારબાદ પ્રિયાંશુ નામના વ્યક્તિએ તેને બેલારુસ જવા અને ત્યાંની વસ્તુઓ શોધવાની સલાહ આપી. જોકે શરૂઆતમાં મિથિલેશ ત્યાં જવા માટે ઉત્સુક ન હતો. પરંતુ ત્યાં પહોંચતા જ તેનો દેશ પ્રત્યેનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો.

તે પછી મિથિલેશે જણાવ્યું કે તેના સોશિયલ મીડિયા પર બેલારુસના ઘણા મિત્રો જોડાયા હતા. તેમાંથી એક તેની મિત્ર વીખા હતી. જોકે શરૂઆતમાં તેમની વચ્ચે બહુ વાતચીત થઈ ન હતી. એકવાર તેની સોશિયલ મીડિયા ફ્રેન્ડ વીખાએ મિથિલેશને મલેશિયામાં તેના જન્મદિવસ પર ફોન કર્યો હતો. ત્યાં જ મિથિલેશ લીઝાને મળ્યો. ત્યાંથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ, તે પણ એક અનુવાદક દ્વારા. મિથિલેશે જણાવ્યું કે હું ભલે થોડું રશિયન જાણતો હતો, પરંતુ લીઝાને અંગ્રેજી બિલકુલ આવડતું ન હતું.

બાદમાં તેઓએ તેમનો નંબર એક્સચેન્જ કર્યો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. થોડી મુલાકાત પછી મિથલેશને લાગ્યું કે તેને લીઝાના રૂપમાં જીવનસાથી મળી ગઇ છે, તેથી તેણે લીઝાને પ્રપોઝ કર્યું. આ દરમિયાન મિથિલેશ લીઝાના પરિવારને મળ્યો અને તેણે અસ્ખલિત રશિયન બોલીને તેમને આકર્ષ્યા. જોકે, પ્રોફેશનલ ક્વોલિટી એનાલિસ્ટ લીઝાએ પણ મિથિલેશને રશિયન શીખવામાં મદદ કરી.

મિથિલેશે તેના પરિવારને લીઝા વિશે જણાવ્યું. મિથિલેશના પરિવારના સભ્યો પણ લીઝાને પસંદ કરતા હતા. લગભગ એક વર્ષની વાતચીત અને એકબીજાને જાણ્યા પછી, બંને આ વર્ષે 25 માર્ચે બેલારુસમાં લગ્નના બંધનમાં બંધાયા. લગ્ન દરમિયાન બંનેના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા.

Niraj Patel