શું તમને પણ બબલ રેપ ફોડવાની મજા આવે છે ? શું કામ આવે છે આ મજા ? જાણો તેની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ

માણસ ગમે તેટલો મોટો થઈ જાય, બાળપણમાં કેટલાક એવા કામો કરે છે જે મોટા થયા પછી પણ તે કરવાનું ભૂલતા નથી. એવી જ એક આદત છે બબલ રેપ ફોડવાની જે દરેક ઉંમરના લોકોને કરવાનું ગમે, પછી ભલે એ નાનું બાળક હોય કે પછી કોઈ વૃદ્ધ જ કેમ ના હોય.હાથમાં બબલ રેપ આવતાની સાથે જ તમે તેને ફોડવામાં તલ્લીન થઈ જાવ.

દરેક વ્યક્તિને બબલ રેપને એક પછી એક દબાવવાની અને પુટ-પુટના અવાજમાં ફોડવાની ખૂબ મજા આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને બબલ રેપ ફોડવાની આટલી મજા કેમ આવે છે ? આ મજા આવવા પાછળ પણ એક મનોવૈજ્ઞાનિક કારણ રહેલું છે, જે મોટાભગના લોકોને ખબર નહિ હોય.

એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે જયારે પણ આપણા હાથમાં કોઈ સ્પંજી વસ્તુ આવે છે તો આપણા હાથની અંદર એક ખલબલી મચી જાય છે. જેના કારણે આપણે આપણી જાત ઉપર પણ કંટ્રોલ નથી કરી શકતા અને તે વસ્તુને ફોડવા માટે મજબુર બની જઈએ છીએ.

જયારે આપણે કોઈ તણાવમાં હોઈએ છીએ તો આવી સ્થિતિમાં સ્પંજી વસ્તુઓને ફોડવામાં ખુબ જ શાંતિ મળે છે. એટલે કે મામૂલીથી લઈને સામાન પેક કરવા વાળા બબલ રેપને ફોડવાથી તણાવથી પણ મુક્તિ મળે છે.

નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનના જણાવ્યા અનુસાર બબલ રેપ ફોડવું સ્ટ્રેસ લેવલને ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે, જે લોકો બબલ રેપ ફોડે છે તે લોકો સામાન્ય લોકોની તુલનામાં વધારે એક્ટિવ અને ઉત્સાહિત રહે છે.

જો આપણે એકવાર બબલ ફોડવાનું શરૂ કરીએ છીએ તો આપણને તેવું સતત કરવાનું મન થાય છે. જે એક સારી વાત છે. આવું કરવાથી તણાવ દૂર કરવાની સાથે સાથે જ એક જગ્યા ઉપર ફોક્સ કરી શકાય છે. આ હકીકતમાં ત્યારે ફાયદાકારક સાબિત થાય છે જયારે અંગુઠો અને પહેલી આંગળી એક સાથે જોડીને રેપના દરેક બબલને એક પછી એક ફોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

એક શોધમાં એ પણ સામે આવ્યું છે કે બબલ રેપ એટલા આકર્ષિત હોય છે કે કોઈનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. જેના કારણે લોકોને તેને ફોડવાનું મન થાય છે. હકીકતમાં બબલ રેપનો ઉપયોગ તમે મનોચિકિત્સા માટે એક સારા મેડિટેશન ટૂલના રૂપમાં પણ કરી શકો છો.

સિલ્ડ એર કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે 1 મિનિટ બબલ રેપ તણાવના સ્તરને 33 ટકા ઓછું કરે છે. જયારે આટલો તણાવ 30 મિનિટની મસાજ બાદ ઓછો થાય છે. બબલ રેપ કરતા સમયે જ તણાવની કમી જોવા મળે છે. આ મનોચિકિત્સા માટે ખુબ જ સારું છે.

Niraj Patel