ખુબ જ દુઃખદ…કોરોના સામે જિંદગીનો જંગ હારી ગઈ “લવ યુ જિંદગી” ગીત ઉપર ઝૂમવા વાળી યુવતી, છેલ્લા શ્વાસ સુધી બતાવી હિંમત, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર હાલમાં હોસ્પિટલની અંદર ઓક્સિજન સપોર્ટ ઉપર બેઠેલી એક યુવતીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોની અંદર કોરોના વાયરસ જેવી ઘાતક બીમારી સામે લડી રહેલી યુવતી “લવ યુ જિંદગી” ગીત ઉપર ઝુમતા જોવા મળી રહી છે.

આ વીડિયો એટલા કારણે પણ વાયરલ થયો હતો કે છોકરીથી લોકોને જિંદાદિલ રહેવાની અને કઠિન પરિસ્થિતિમાં આશા ના હારવાની પ્રેરણા મળી રહી હતી. પરંતુ દુઃખની વાત છે કે મૃત્યુએ આ છોકરીને જીવવાની આશા છીનવી લીધી. કોરોના આગળ લાચાર બની ગઈ અને દુનિયા છોડીને ચાલી ગઈ.

આ છોકરીનો વીડિયો 8 મેના રોજ ટ્વીટર ઉપર ડૉ. મોનીકા લાંગેહ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. ડોકટરના જણાવ્યા અનુસાર વીડિયોમાં દેખાઈ રહેલી યુવતીને હોસ્પિટલના આઇસીયુ બેડ નહોતો મળી શક્યો. જેના કારણે તેને કોવિડ ઇમરજન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવી હતી. ડોકટરે વીડિયો શેર કરવાની સાથે જણાવ્યું હતું કે કોરોના પીડિત આ યુવતીને એનઆઈવી પર રાખવામાં આવી હતી.યુવતીની જિંદગી બચાવવા માટે રેમડેસિવિર અને પ્લાઝ્મા થેરેપી પણ આપવામાં આવી હતી.

ટ્વીટર ઉપર મોનિકાએ લખ્યું હતું કે “આ યુવતી માત્ર 30 વર્ષની છે. કોરોના સંક્રમિત આ યુવતીને આઇસીયુ બેડ ના મળી શક્યો. હાલતને સાચવવા માટે આ યુવતીને કોવિડ ઇમરજન્સી વોર્ડમાં ભરતી કરવામાં આવી. છેલ્લા 10 દિવસથી તે ભરતી હતી. સલાહ: “જીવનમાં હાલત ગમે તેવા કેમના હોય આશા ના ખોવી.”

જયારે વીડિયો વાયરલ થયો ત્યારે ડોકટરે જણાવ્યું હતું કે યુવતીની હાલતમાં સુધાર થઇ રહ્યો છે અને તેને ડિસ્ચાર્જ કરવા ઉપર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ અચાનક તેની તબિયત ફરીથી ખરાબ થવા લાગીઅને આ વખતે ડોક્ટર તેને બચાવી ના શક્યા. એવામાં તે જીવન સામેનો જંગ હારી ગઈ.

Niraj Patel