અજબગજબ

આઝાદ ભારતના સૌથી કાળા અધ્યાયની સાબિતી છે આ 15 દુર્લભ તસવીરો

જુઓ, દેશમાં ઈમરજન્સી લાગ્યા પછી કેવી હાલત થઇ ગઈ હતી

સ્વતંત્ર ભારત ઇતિહાસમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દરમ્યાન લાગેલ ઇમેરજન્સી ભારતનો સૌથી વિવાદાસ્પદ કાળ હતો. 20 જૂન 1975ની અડધી રાત્રે આપાતકાલની ઘોષણા કરવામાં આવી હતી. જે 21 મહિને એટલેકે 21 માર્ચ,1977 સુધી લાગેલું હતું.

તે દરમ્યાન કાનૂન અને સંવિધાનને ખૂબ તોડવા મરોડવામાં આવ્યા. મીડિયા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો. દેશમાં ડરનો એવો માહોલ ફેલાયેલો હતો કે જેની કહાની આજે પણ આપણે વાંચતા હોઈએ છીએ. તે ભારતનો સૌથી કાળો અધ્યાય હતો.  આજે આપણે ફરી એક વાર એ વીતેલા કાળમાં જઈશું અને જોઈશું કે દેશમાં કેવી રીતનો માહોલ છવાઈ ગયો હતો.

1. કટોકટી જાહેર થયા બાદ PM ઇન્દિરા ગાંધી રાષ્ટ્રપતિ, ફખરૂદ્દીન અલી અહમદ જોડે મુલાકાત કરતા.


2. દેશમાં આપાતકાલ જાહેર કર્યા પછી પત્રકારોથી ઘેરાયેલી ઇન્દિરા ગાંધી.


3. આપાતકાલ લાગ્યા પછી મીડિયા પર પણ પ્રતિબંધ હતો.


4. આપાતકાલ લાગુ થયા પહેલા જયપ્રકાશ નારાયણે એક મોટી રેલીનું નેતૃત્વ કર્યું હતું.


5. જૂની દિલ્હીના દુજાના હાઉસ ફેમેલી પ્લાનિંગ ક્લીનીકમાં 6 સપ્ટેમ્બર 1976માં પુરુષ નસબંધી માટે તેમનું નામ લખાવ્યું હતું.


6. નસબંધી કરાવેલા પુરુષોને પુરસ્કાર સ્વરૂપે ‘ઘી’ અને ‘ઘડિયાળ’ આપવામાં આવી હતી.


7. આપાતકાલ વખતે પોલીસ દ્વારા એસ્કોર્ટ કરી રહેલા સંજય ગાંધી. લઘુમતી લોકોની બળજબરીથી નસબંધી કરવાને કારણે લોકોમાં ગુસ્સો હતો.


8. આપાતકાલ વખતે સંજય ગાંધી ફક્ત તેમના શુભચિંતકો પર જ ભરોસો કરતા હતા. જેમાં કમલ નાથ અને અંબિકા સોની સૌથી પહેલા આવતા હતા.


9. આપાતકાલના નિયમ અને કાનૂન સમજાવતી ઇન્દિરા ગાંધી.


10. વિપક્ષી નેતા મોરારજી દેસાઈ અને ચરણ સિંહ.


11. જયપ્રકાશ નારાયણે રામલીલા મેદાનમાં રામધારી સિંહ દિનકરને કહ્યું, ‘સિહાંસન ખાલી કરો કે જનતા આવે છે.’


12. સુપ્રીમ કોર્ટની બહારનો નજારો.


13. અબુ અબ્રાહમ દ્વારા કાર્ટૂન જેમાં રાષ્ટ્રપતિ, ફખરૂદ્દીન અલી અહમદ આપાતકાલ જાહેર થતા તેમના બાથટબથી હસ્તાક્ષર કરતા.


14. આપાતકાલ જાહેર થયાની એક ઔપચારિક પ્રેસ રિલીઝ.


15. રાષ્ટ્રના ઘણા ભાગમાં આક્રોશ, દંગા અને વિરોધ પ્રદર્શન..