મોટા ભાઇની જવાની હતી જાન, દુલ્હાના ગાયબ થવા પર નાના ભાઇએ જ ભાભી સાથે કરી લીધા લગ્ન, પછી આવ્યો જબ્બર વણાંક

પીલીભીતમાં લગ્નના દિવસે ફેશિયલ કરાવવાનું બહાનું બનાવી ભાગેલો દુલ્હો 10 દિવસ બાદ પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કરી ઘરે આવ્યો પણ પરિવારજનોએ તેને અપનાવવાની ના કહી દીધી. તેના પિતાએ કહ્યુ કે, તેમનો તેમના દીકરા સાથે કોઇ સંબંધ નથી. તે બાલિગ છે અને તે જેની સાથે ઇચ્છે તેની સાથે રહી શકે છે. જાન નીકળ્યાના કેટલાક કલાક પહેલા ઘરેથી જૂઠ્ઠુ બોલી ચાલ્યો ગયો હતો અને તેમને સમાજમાં તેમજ સંબંધીઓ સામે શર્મિંદા થવું પડ્યુ હતુ.

જો તેમનો નાનો દીકરો લગ્ન માટે તૈયાર ન બોતો તો બંને પરિવાર માટે સ્થિતિ ગંભીર બની જતી. જણાવી દઇએ રે, બિલસંડા પોલિસ સ્ટેશન વિસ્તારના મોહમ્મદપુર ગામના રહેવાસી માવત તિવારીએ તેમના મોટા દીકરા શશાંકના લગ્ન બરેલીમાં નક્કી કર્યા હતા. 1 જાન્યુઆરી જાન નીકળવાની હતી પણ તેના ઠીક પહેલા જ શશાંક ઘરે ફેશિયલ કરાવવા અને વાળમાં કલર કરાવવાની વાત કરી ભાગી ગયો. ઘણીવાર સુધી તે પાછો ન આવ્યો તે પરિવારજનના હાથ પગ ફુલી ગયા.

શશાંકને બધી બાજુ શોધવામાં આવ્યો પણ તેની કોઇ ભાળ મળઈ નહિ. તે બાદ દુલ્હન પક્ષ સાથે વાતચીત કરી શશાંકના નાના ભાઇ વિષર્ભને દુલ્હો બનાવી જાન લઇ જવામાં આવી. પોતાની થવાવાળી ભાભી સાથે વિષર્ભે સાથે ફેરા લીધા અને લગ્નની રસ્મ પૂરી કરી. આ દરમિયાન પરિવાર અને પોલિસ શશાંકને બધી બાજુ શોધતી રહી. શશાંકને શોધવા માટે પોલિસે સર્વિલન્સની પણ મદદ લીધી. ત્યાં આ મામલે થાના પ્રભારીએ જણાવ્યુ કે, ગુમ થયેલ દુલ્હાના નંબરની સીડીઆરથી એક યુવતિનો નંબર મળ્યો.

તસવીર સૌજન્ય : દૈનિક ભાસ્કર

પછી યુવતિને પોલિસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરવામાં આવી અને પહેલા તો યુવતિએ કંઇ ના કહ્યુ પણ જ્યારે પૂછપરછ કડકડાઇથી કરી તો તેણે જણાવ્યુ કે, શશાંક સાથે તેના કોર્ટ મેરેજ થઇ ગયા છે. યુવતિએ કોર્ટ મેરેજના કાગળિયા પણ બતાવ્યા. તે બાદ શશાંકના પરિવારજનને બોલાવવામાં આવ્યા. છોકરાના પિતાએ તેમના મોટા દીકરા સાથે સંબંધ તોડી દીધો. તેમણે કહ્યુ કે, તે બાલિગ છે અને તેની મરજીથી જે ઇચ્છે તે કરી શકે છે.

Shah Jina