રાતના અંધારામાં રોડ ઉપર ઉભા રહી ગાડીની હેડ લાઈટ ચાલુ કરી યુવક અને 2 યુવતીઓએ લગાવ્યા ઠુમકા, કાપી કેક, વીડિયો થયો વાયરલ, જુઓ

જાહેર રોડ બન્યો લોકો માટે ઉજવણીનું સ્થળ, યુવતીઓએ ડાન્સ સાથે કેક કાપવાની માણી મજા, વાયરલ થતા જ પોલીસે કર્યું એવું કામ કે… જુઓ વીડિયો

દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસની ઉજવણી ખાસ અંદાજમાં કરવા માંગતા હોય છે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે આવી ઉજવણીઓ કરવા માટે કાયદાને પણ પોતાના હાથમાં લઇ લે છે અને પછી સજા પણ ભોગવતા હોય છે. આવી ઉજવણીના તમે ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ મામલો સામે આવ્યો છે ગાઝિયાબાદમાં એલિવેટેડ રોડ પરથી. જ્યાં સેલિબ્રેશનના નામે એલિવેટેડ રોડ પર ડાન્સ કરતી યુવતીઓનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બે વીડિયોમાં રસ્તા પર પાર્ક કરેલી કારના બોનેટ પર કેક મૂકવામાં આવી છે અને બે યુવતીઓ ફિલ્મી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

વીડિયો વાયરલ થયા બાદ ગાઝિયાબાદ પોલીસ એક્શનમાં આવી અને યુવતીઓને ટ્રેસ કરી અને કૌશામ્બી પોલીસ સ્ટેશનમાં એક યુવક અને બે યુવતીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો. આ કેસમાં યુવકની ધરપકડ કરવાની સાથે પોલીસે કાર પણ કબજે કરી લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજનગર એક્સટેન્શનથી શરૂ થઈને ઈન્દિરાપુરમ વિસ્તારમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેને જોડતા એલિવેટેડ રોડની લંબાઈ લગભગ 11.4 કિમી છે. 1248 કરોડના ખર્ચે બનેલા એલિવેટેડ રોડમાં 227 સિંગલ પિલર પર છ લેન છે.

આ એલિવેટેડ રોડ બર્થડે પાર્ટીઓ અને હોબાળોનું હબ બની ગયો છે. આ સિલસિલામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવતીઓ એલિવેટેડ રોડ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેની કારના બોનેટ પર કેક મૂકવામાં આવી છે અને જોરથી ગીત વાગી રહ્યું છે. બંને યુવતીઓ ગીત પર ડાન્સ કરી રહી છે. અન્ય એક વીડિયોમાં એક યુવક અને યુવતી એલિવેટેડ રોડ પર કારની સામે ગીત પર ડાન્સ કરી રહ્યાં છે, જ્યારે અન્ય એક મહિલા વીડિયો બનાવી રહી છે.

નંદગ્રામના એસીપી આલોક દુબેનું કહેવું છે કે વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે. વીડિયોમાં યુવતીઓ સ્ટંટ નથી કરી રહી, જોકે તેઓ નો પાર્કિંગમાં ઉભા રહીને વીડિયો બનાવી રહી છે, જે નિયમોની વિરુદ્ધ છે. વીડિયો ક્યારનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel