પેસેન્જર ભરેલી બસની સામે અચાનક આવી ગયો વિશાળકાય હાથી, કરવા લાગ્યો હુમલો, પછી ડ્રાઈવરે કર્યું એવું કે જોઈને હેરાન રહી જશો

હાથી એ ખુબ જ ગમતું પ્રાણી છે. હાથીનો સ્વભાવ આમ તો શાંત હોય છે, પરંતુ જયારે તે ગુસ્સે ભરાય ત્યારે તેને કાબુમાં કરવો ખુબ જ મુશ્કેલ બને છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક હાથી સરકારી બસ ઉપર હુમલો કરતો જોવા મળી રહ્યો છે.

આ ઘટના બની છે તામિલનાડુમાં. જ્યાં ગુસ્સે ભરાયેલા હાથીએ સરકારી બસની વિન્ડશીલ્ડને પોતાના દાંતથી તોડી નાખી. 58 સેકન્ડના આ વીડિયોની અંદર હાથીને બસની વિન્ડશીલ્ડ અને કાચ ઉપર હુમલો કરતા જોઈ શકાય છે. આ વીડિયોની અંદર એ પણ જોઈ શકાય છે કે બસમાં બેઠેલા મુસાફરો હાથીના આ હુમલાના કારણે બૂમો પાડી રહ્યા છે.

આ ઘટના નીલીગીરી જિલ્લામાં 25 સપ્ટેમબરના રોજ ઘટી હતી. જયારે કોટાગિરિથી મેટ્ટુપાલયમ તરફ જઈ રહેલી તામિલનાડુ રાજ્ય નિગમની બસ ઉપર એક જંગલી હાથીએ રસ્તો પાર કરવા દરમિયાન હુમલો કરી દીધો હતો. વીડિયોની અંદર આગળ જોઈ શકાય ચેહ કે ડ્રાઈવર દાવર મુસાફરોની સુરક્ષા માટે તેમની બસમાં પાછળની તરફ મોકલી દીધા. આ દરમિયાન યાત્રીઓ પણ ખુબ જ ગભરાયેલા હતા અને બૂમો પાડી રહ્યા હતા.

વીડિયોની અંદર આગળ જોઈ શકાય છે કે આ દરમિયાન ડ્રાઈવર મુસાફરોને શાંત રહેવા માટે અપીલ કરે છે. લોકોને શાંત રહેવા માટેની અપીલ કરવાના કારણે લોકો આ ડ્રાઈવરની પ્રસંશા કરી રહ્યા છે. આ ઘટનામાં હાથી કોઈને નુકશાન પહોંચાવ્યાં વિના જ પાછો જંગલમાં ચાલ્યો ગયો હતો.

Niraj Patel