80 હજાર રૂપિયા વીજળીનું બિલ આવતા જ યુવક ચઢી ગયો હાઇ-ટેન્શન લાઈન ઉપર, નીચે લોકોના થઇ ગયા રૂંવાડા ઊંચા, જુઓ

વધતી જતી મોંઘવારીએ લોકોની કમર તોડીને રાખી દીધી છે અને આવા સમયે જો વીજળીનું બિલ પણ આસમાને આવે તો કેવા હાલ થાય ? ઘણીવાર વીજ કંપનીઓની બેદરકારી કારણે કેટલાક લોકોને મસ મોટા બિલ આવી જતા હોય છે અને લોકો ટેંશનમાં આવી જાય છે, ત્યારે હાલ એવો જ એક મામલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવક હાઇ-ટેન્શન તાર ઉપર ચઢેલો જોવા મળે છે.

મામલો ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના સરાય અકીલ પોલીસ સ્ટેશન વિસ્તારના નંદા કા પુરા ગામનો છે. અહીં રવિવારે બપોરે એક વિચિત્ર ઘટનામાં એક વ્યક્તિ હાઇ-ટેન્શન પાવર સપ્લાય લાઇનના ટાવર પર ચઢી ગયો હતો. જ્યારે ગ્રામજનોએ હાઈ ટેન્શન પાવર સપ્લાય લાઈન પર બેઠેલા વ્યક્તિને જોયો ત્યારે તેઓમાં ગભરાટ ફેલાયો હતો.

ગ્રામજનોએ તેને બચાવવા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે જાળી નાખીને તેને પકડી લીધો હતો અને 5 કલાકની મહેનત બાદ તેને નીચે ઉતાર્યો હતો. હકીકતમાં, નંદાના પુરાના રહેવાસી અશોક નિષાદ તેના વધતા વીજળીના બિલથી નારાજ હતો, ત્યારબાદ તે હાઇ ટેન્શન પાવર સપ્લાય લાઇનના ટાવર પર ચઢી ગયો હતો.

જાણ થતાં વીજળી વિભાગના અધિકારીઓ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને યુવકની ફરિયાદ નિવારણની ખાતરી આપવા માટે સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા. નિષાદની પત્ની મોના દેવીએ દાવો કર્યો હતો કે તેમના પતિ વધતા વીજળીના બિલને જોઈને તણાવમાં હતા. તેણે કહ્યું કે અમને 80,700 રૂપિયાનું વીજળીનું બિલ આવ્યા બાદ નિષાદે છેલ્લા બે દિવસથી બરાબર ભોજન પણ કર્યું નથી.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઘરનું વીજળી કનેક્શન પણ કાપી નાખ્યું હતું અને કોઈ અધિકારી તેમની અરજી સાંભળવા તૈયાર નથી. તેણીએ દાવો કર્યો હતો કે જ્યારે તેણી ઘરની બહાર ગઈ ત્યારે તેનો પતિ હાઈ ટેન્શન પાવર લાઈનના ટાવર પર ચઢી ગયો હતો. તેણે પોલીસને એમ પણ કહ્યું કે તેણે પણ ઘટનાસ્થળે પહોંચ્યા પછી તેને નીચે આવવા સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા.

માહિતી આપતાં એડિશનલ એસપી (કૌશામ્બી) સમર બહાદુરે જણાવ્યું હતું કે હાઈ ટેન્શન પાવર લાઇનમાંથી વ્યક્તિને બચાવવાના પ્રયાસો ચાલુ હતા. 5 કલાકની જહેમત બાદ તેને નીચે લાવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજળીનું બિલ જોઈને યુવક ટેન્શનમાં આવી ગયો. જે બાદ તે હાઇ ટેન્શન પાવર લાઇન પર ચડી ગયો હતો. યુવક નીચે આવ્યા બાદ પોલીસ તેને સાથે લઈ ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel