રોડની બાજુમાં ઉભું રહ્યું હતું ઇલેક્ટ્રિક સ્કૂટર, પહેલા નીકળ્યો ધુમાડો અને પછી ભડભડ કરતું સળગવા લાગ્યું, જુઓ ચોંકાવનારો વીડિયો

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની સાથે જ હવે લોકો ત્રીજા વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનને જોઈ રહ્યા છે. બજારની અંદર ઘણા પ્રકારના ઇલેક્ટ્રિક સ્કૂટરની સાથે સાથે ઇલેક્ટ્રિક ગાડીઓ પણ આવી ગઈ છે. બજારમાં હવે ઇલેક્ટ્રિક વ્હિકલમાં કોમ્પિટિશન પણ કેટલીક કંપનીઓ વચ્ચે જોવા મળી રહી છે, ત્યારે આ બધા વચ્ચે એક વીડિયો એવો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઇલેક્ટ્રિક વાહન લેતા પહેલા વિચારવા ઉપર મજબુર કરી દે.

ઇલેક્ટ્રિક વ્હિકલ સુરક્ષિત હોવાનું કહેવામા આવી રહ્યું છે પરંતુ આ વીડિયોની અડનાર કંઈક જુદો જ નજારો પણ જોવા મળ્યો. જેમાં રોડની બાજુ ઉપર ઉભા રહેલા એક સ્કૂટરમાંથી પહેલા ધુમાડો નીકળ્યો અને પછી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ ફરી વળ્યો હતો.

વાયરલ  થઇ રહેલા 1.51 મિનિટની આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક ઇલેક્ટ્રિક સ્કૂટર રોડની બાજુમાં ઉભું છે. તેની સીટ ઉપરની તરફ છે, જેની નીચેથી મોટા પ્રમાણમાં ધુમાડો નીકળી રહ્યો છે. લોકો સ્કૂટરની પાસે જાય છે અને સીટ બંધ કરી દે છે, પરંતુ ધુમાડો નથી રોકાતો. એવામાં તે સીટને પાછી ઉપર ઉઠાવી દે છે. જોત જોતામાં જ આ ધુમાડો આગમાં બદલાઈજાય છે. જેના બાદ લોકો પોતાની જાતને બચાવવા માટે સ્કૂટરથી દૂર ભાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વાયરલ વીડિયોની અંદર નંબર પ્લેટના આધારે એ માનવામા આવી રહ્યું છે કે આ ઘટના આંધ્ર પ્રદેશની છે. પરંતુ હજુ સુધી આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છેતેના વિશેની કોઈ પાક્કી પુષ્ટિ નથી થઇ રહી. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને હેરાન રહી ગયા છે.

Niraj Patel