હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા આ દાદીમા, કાછડો વાળી ચઢી ગયા પીપળા ઉપર અને લગાવ્યો તિરંગો, આનંદ મહિન્દ્રા પણ થયા ફેન, જુઓ

આ વર્ષે આઝાદીના 75માં વર્ષ પૂર્ણ થવા ઉપર હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત કરવામાં આવી, જેના બાદ ગામથી લઈને શહેર સુધી દરેક વ્યક્તિએ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવ્યો. આજે આઝાદીના પર્વની ઉજવણી પણ દેશભરમાં જોરોશોરથી થઇ. ત્યારે ઇન્ટરનેટ ઉપર પણ ઘણા વીડિયો અને તસવીરો સામે આવી છે જેમાં ઘણા લોકો દેશભક્તિ બતાવતા જોવા મળ્યા, એવી જે એક તસવીર ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ શેર કરી.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ દાદા પીપળું પકડીને ઉભા છે અને તેના ઉપર એક દાદી કાછડો વાળી અને ચઢી ગયા છે, અને તેમના હાથમાં તિરંગો છે જે તેમના ઘરની બહાર લગાવવા જઈ રહ્યા છે. આનંદ મહિન્દ્રા દ્વારા આ તસવીર શેર કરવામાં આવતા, દાદીની દેશભક્તિના લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે.

વૃદ્ધ હોવા છતાં તિરંગા અને દેશ પ્રત્યેનો આવો પ્રેમ જોવા જેવો છે. આનંદ મહિન્દ્રાની એક વાત સાચી છે કે ફોટામાં દેખાતા લોકો એ પેઢીના છે જેમના માટે આઝાદીનો અર્થ આજના સમય કરતા સાવ અલગ હતો. એ લોકોએ દેશને આઝાદ થતો પોતાની આંખે જોયો હતો એટલે એમની લાગણી આપણા બધા કરતાં વધુ હશે.

Niraj Patel