હોસ્પિટલમાં બીમાર પત્નીનું માથુ ઓળાવતા જોવા મળ્યો પતિ, ફર્શ પર વાળમાં કાંસકો ફેરવતા વ્યક્તિનો વીડિયો જોઇ આંખો ભરાઇ જશે…

હોસ્પિટલના વોર્ડમાં એક વૃદ્ધ દંપતી વચ્ચેની હૃદયસ્પર્શી ક્ષણે ઇન્ટરનેટ યુઝર્સને ભાવુક કરી દીધા છે. તેલંગાણાના એક મેડિકલ સ્ટુડન્ટે હોસ્પિટલના ફ્લોર પર બેઠેલા એક વૃદ્ધ વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે જે તેની પત્નીના વાળમાં હળવા હાથે કાંસકો ફેરવી માથુ ઓળવી રહ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આ ક્ષણને ‘સાચો પ્રેમ’ ગણાવ્યો અને વીડિયો પર ભાવનાત્મક પ્રતિક્રિયા આપી. મહેબુબનગરની સરકારી મેડિકલ કોલેજમાં MBBSના ચોથા વર્ષના વિદ્યાર્થી અભિનવ સંદુલા દ્વારા આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “સાચો પ્રેમ શબ્દોમાં નથી, પરંતુ હોસ્પિટલના વોર્ડમાં, પીડા દરમિયાન હાથ પકડીને, સૌથી મુશ્કેલ સમયમાં સાથે રહેવું.”

વિડિયોના કેપ્શનમાં વિડિયોના દૃશ્યનો સંપૂર્ણ સારાંશ આપવામાં આવ્યો છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કહ્યું, “સાચો પ્રેમ એ છે કે નબળા સમયે સાથે ઉભા રહેવું.” જ્યારે બીજાએ કહ્યું, “શું માણસ સુંદર નથી હોતા ? હા તેઓ ખૂબસુરત હોય છે.”

 

View this post on Instagram

 

A post shared by Abhinav Sandula (@uneek.wrld)

Previous Article

બાઇક અને કારનું અનોખું મિશ્રણ, યુવકે બાઈક અને કારને ભેગી કરીને લગાવ્યો અનોખો જુગાડ, વીડિયો જોઈ લોકોએ કહ્યું કે... જુઓ વીડિયો

Next Article

શ્વેતા બચ્ચનના પતિ નિખિલ નંદા પર લાગ્યા ગંભીર આરોપ, દાખલ થયો ફ્રોડ અને આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ

error: Protected Content!