યમરાજને ચકમો ! ટ્રક અને કાર વચ્ચે સ્ટંટ કરવો આ બાઇક સવારને પડ્યો ભારે, બેલેન્સ બગડતા જ નાની યાદ આવી ગઇ- જુઓ વીડિયો

રસ્તા પર બાઇક સવારોની દબંગાઇની વારંવાર ચર્ચા થાય છે. આવી સ્થિતિમાં એક વાયરલ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ પણ ગુસ્સે થઈ રહ્યા છે. લોકોને વાહનોની વચ્ચે ખુલ્લેઆમ સ્ટંટ કરતા જોઈને તેમજ પોતાના અને બીજાના જીવની પરવા કર્યા વિના રસ્તા પર કેટલાક એવી રીતે દોડતા હોય છે કે જોઇને કોઇને પણ આશ્ચર્ય થાય કે જાણે તેઓ ફિલ્મોના એક્શન હીરો હોય. ક્યારેક સ્ટંટના ચક્કરમાં ઘણા લોકો પોતાના જીવફણ ગુમાવતા હોય છે.

ત્યારે હાલમાં વાયરલ થઇ રહેલો આ વીડિયો જોયા પછી તમને પણ એવું જ લાગશે. @gharkekalesh નામના હેન્ડલ પરથી X પર શેર કરાયેલા આ વાયરલ વીડિયોનું કેપ્શન હતું, “lucky him.” વીડિયોમાં તમે જોશો કે એક બાઇક પર ત્રણ લોકો સવાર છે, આ દરમિયાન તેને કોઈ પરવા નથી કે તેની આગળ ટ્રક છે અને બાજુમાં કાર…

બાઇકર ટ્રક અને કાર વચ્ચેથી સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ જ્યારે બાઇકર રેસિંગ કરતી વખતે પોતાનું સંતુલન ગુમાવે છે ત્યારે પરિસ્થિતિ ખરાબ થઇ જાય છે. બાઇકરે નિયમોની અવગણના કરી પોતાની વીરતા બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન તે રસ્તા પર પડી ગયો. જો કે સારી વાત એ રહી કે સદ્નસીબે તેમનો જીવ બચી ગયો. ટ્રાફિક નિયમોની અવગણના કરવાની ભૂલ આ લોકો માટે મોંઘી સાબિત થઈ શકી હોત.

Shah Jina
error: Unable To Copy Protected Content!