ક્રાંતિ ફિલ્મના “જિંદગી કી ના તૂટે લડી” ગીત પર આ વૃદ્ધ દંપતી થયું રોમાન્ટિક, વીડિયો જોઈને લોકો બોલ્યા..”ઈશ્વર આમની જોડીને સલામત રાખે..”, જુઓ વીડિયો

આ દાદા-દાદીનો પ્રેમ જોઈને તો લોકોના દિલ ગદગદ થઇ ગયા, લતા મંગેશકરના ગીત પર બનાવી એવી રીલ કે લાખો લોકોએ જોયો વીડિયો

Old Couple Singing Video : સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા એવા વીડિયો સામે આવતા હોય છે જે આપણી પણ આંખોના પોપચાં ભીના કરી દેતા હોય છે. ખાસ કરીને પ્રેમના વીડિયો લોકોનું દિલ જીતી લેતા હોય છે અને તેમાં પણ કોઇ વૃદ્ધ દંપતીના વીડિયોમાં છલકાતો પ્રેમ જોઈને તો કોઈનું પણ હૈયું ગદગદ થઇ જાય.

ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વૃદ્ધ દંપતીનો પ્રેમ જોઈને તમારી આંખો પણ ભીની થઇ જશે. આ વીડિયોને નંદા ચૌહાણ નામના યુઝરે શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે “લાખ ગહરા હો સાગર તો ક્યાં.” થોડા દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ દંપતી લતા મંગેશકર દ્વારા ગાવામાં આવેલા ફિલ્મ ‘ક્રાંતિ’ના સુપરહિટ ગીત ‘જિંદગી કી ના તૂટે લડી’ પર પરફોર્મ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે બંને એકબીજાની આંખોમાં જોઈને શાનદાર એક્સપ્રેશન આપી રહ્યાં છે. તેઓએ એકબીજાના હાથ પકડ્યા છે. બધાને તેમની સ્ટાઈલ પસંદ આવી અને લોકોએ આ પોસ્ટ પર પ્રેમભરી કોમેન્ટ્સ વરસાવી.

 

View this post on Instagram

 

A post shared by Nnanda Cchauhan (@sush.ila3971)

એકે લખ્યું “આ સાચો પ્રેમ છે.” બીજાએ કહ્યું. “તમે બંને હંમેશા ખુશ રહો.” 15 મેના રોજ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો પર લગભગ 2 લાખ 38 હજારથી વધુ લાઈક્સ આવી ચુકી છે અને 38 લાખ કરતા પણ વધારે લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. સાથે જ સેંકડો લોકો આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel