માણસો બાદ પ્રાણીઓમાં પણ કોરોના: ભારતમાં અહીંયાના 8 સિંહ આવ્યા કોરોના પોઝિટિવ

ભારતભરમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે, રોજના ત્રણ લાખથી પણ વધારે લોકો કોરોના સંક્રમણનો શિકાર બની રહ્યા છે.  પરંતુ અત્યાર સુધી આ કોરોના માણસોને જ પોતાના શિકાર બનાવતો હતો પરંતુ હવે એક ચિતા ભરેલી ખબર એવી આવી રહી છે કે આ કોરોના હવે પ્રાણીઓને પણ પોતાના શિકાર બનાવી રહ્યો છે.

હાલ મળી રહેલી ખબર પ્રમાણે હૈદરાબાદના નહેરુ જુઓલોજીકલ પાર્કમાં 8 સિંહો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આ સિંહો પોઝિટવ આવતા તેમને અલગ પાડી દેવામાં આવ્યા છે.

આ સિંહોનો આરીટી-પીસીઆર ટેસ્ટ કરતા તે પોઝિટિવ આવ્યા હતા. સેન્ટર ફોર સેલ્લુયર એન્ડ મોલેક્યુલર બાયોલોજીના અધિકારીઓએ જણાવ્યું કે આ સિંહ પોઝિટીવ છે. જોકે તેમની તબિયત સારી છે.

વધુ માહિતી અનુસાર સીસીએમબી આ 8 સિંહોના સેમ્પલના જીનોમ સીક્વેંસિંગ વડે વિસ્તૃત તપાસ કરશે અને જાણશે કે આ વાયરલ માણસોમાંથી ફેલાયો છે કે કેમ. આ સાથે જ સિંહની સારવાર શરુ કરવામાં આવી છે. અધિકારીઓ સિંહના સીટી સ્કેન પણ કરાવી શકે છે.

Niraj Patel