ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો વાયરલ કરનારા બે લોકોની ધરપકડ, એક નીકળ્યો જીગ્નેશ મેવાણીનો PA, તો બીજો આપનો કાર્યકર્તા

હીરો હિરોઈન બાદ હવે ચૂંટણી સમયે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ એડિટેડ વીડિયો થયો વાયરલ, ગુજરાતના આ બે મોટા માથાની ધરપકડ

Edited Video Of Amit Shah  : ટેક્નોલાજી આજે એટલી બધી આગળ વધી ગઈ છે કે નજરે જોયેલાનો પણ વિશ્વાસ કરવો ભારે પડી જાય છે. ટેક્નોલોજીના સદુપયોગની સાથે સાથે તેનો દુરુપયોગ પણ થતો જોવા મળે છે. આવા ઘણા ઉદાહરણો પણ તમે જોયા હશે, જેમાં ઘણા લોકો મોટી મોટી હસ્તીઓના ડીપ ફેક વીડિયો પણ બનાવે છે, પરંતુ આમ કરવું ગુન્હો બને છે અને સાયબર ક્રાઇમ દ્વારા આવા ગુન્હાઓ પર ચાંપતી નજર પણ રાખવામાં આવૅ છે. ત્યારે હાલ આવું જ કંઈક ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બન્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો સોશિયલ મીડ્યમ વાયરલ થઇ રહ્યો હતો, જેમાં અમિત શાહ સસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. પરંતુ ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયો. જેના બાદ દિલ્હી પોલીસ દ્વારા આ એડિટેડ વીડિયોના મામલે FIR પણ નોંધવામાં આવી હતી.  ત્યારે હવે આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી છે.

પકડાયેલા બંને આરોપીઓનું નામ સતીષ વનસોલા અને આર.બી.બારિયા છે. સતીષ વનસોલા કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો PA છે અને પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે. જ્યારે આર.બી.બારીયા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાનો પ્રમુખ છે. આરોપીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યો હતો.

બીજી તરફ મુંબઈ ભાજપ નેતા પ્રતીક કરપેએ ફેક વીડિયો શેર કરવાના આરોપમાં મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે મહારાષ્ટ્ર કોંગ્રેસ (યુવા)ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે, તેવું થોડા જ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વીડિયો બનાવી દુરુપયોગ થઇ રહ્યો હોવાનું પણ જોવા મળ્યું.

Niraj Patel