વધુ એક ધનકુબેરના ઘરે EDની પડી રેડ.. અધધધ કરોડ રૂપિયા, સોનુ અને વિદેશી બંદૂકો મળી આવી, જુઓ તસવીરો

અધધધ કરોડ કેસ, 5 કિલો સોનુ, વિદેશી બંદુકો… 100થી પણ વધુ દારૂનો બોટલો… મંત્રીના ઘરમાં રેડ પડતા જ અધિકારીઓના પણ હોશ ઉડ્યા.. જુઓ

Ed Raid At Haryana Inld Leader Dilbagh Singh : આપણા  દેશમાં ઘણા લોકો પાસે બેનામી સંપત્તિ છે અને આયકર વિભાગ દ્વારા ઘણીવાર આવી જગ્યાએ છાપામારી કરી અને આવા ધનકુબેરોના પર્દાફાશ કરવામાં આવે છે, તેમની પાસેથી એટલી બેનામી સંપત્તિ મળે છે કે લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જાય. ત્યારે હાલ વધુ એક મામલો સામે આવ્યો છે. ગુરુવારે સવારથી જ હરિયાણાના અનેક જિલ્લાઓમાં EDના દરોડાથી ખાણના વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. કોર્ટના આદેશ બાદ નોંધાયેલા ગેરકાયદે માઈનિંગ કેસ બાદ ઈડી દ્વારા આ એક મોટી કાર્યવાહી છે.

24 કલાકથી ચાલે છે કાર્યવાહી :

EDની ટીમોએ યમુનાનગરના પૂર્વ ધારાસભ્ય અને INLD નેતા દિલબાગ સિંહના ઘર, ઓફિસ અને વિવિધ સ્થળોએ પણ વારાફરતી દરોડા પાડ્યા હતા. દિલબાગ સિંહ અને તેના સંપર્કમાં આવેલા ખાણકામના ધંધાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકથી આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલબાગ સિંહને છુપાયેલા ઠેકાણાઓ પાસેથી અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયા મળ્યા છે. નોટોની ગણતરી ચાલુ છે. આ ઉપરાંત તેમના ઠેકાણામાંથી વિદેશી હથિયારો અને 300 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.

રોકડ સોનુ અને હથિયાર મળ્યા :

INLD નેતા દિલબાગ સિંહના પરિસરમાંથી ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ હથિયારો વિદેશી હોવાનું કહેવાય છે. જપ્ત કરાયેલા કેટલાક હથિયારો જર્મનીમાં બનેલા છે. આ સિવાય EDની ટીમે 300 જીવતા કારતુસ પણ જપ્ત કર્યા છે. 5 કિલો સોનું પણ મળી આવ્યું છે. નોટોની ગણતરી હજુ ચાલુ છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. આ ઉપરાંત 100થી વધુ દારૂની બોટલો પણ મળી આવી છે.

અન્ય જગ્યાએ પણ પડ્યા EDના દરોડા :

યમુનાનગર ઉપરાંત EDની ટીમ ફરીદાબાદ, સોનીપત, કરનાલ, મોહાલી અને ચંદીગઢમાં પણ દરોડા પાડી રહી છે. EDની ટીમ સોનીપતમાં કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને તેમના સહયોગી સુરેશ ત્યાગીના ઘરે પણ પહોંચી છે. કરનાલમાં બીજેપી નેતા મનોજ વાધવાના ઘરે EDએ દરોડા પાડ્યા છે. બીજેપી નેતા મનોજ વાધવાનું ઘર સેક્ટર 13માં છે, જ્યાં EDની ટીમ દસ્તાવેજો સ્કેન કરી રહી છે. મનોજ વાધવા યમુનાનગરમાં ખાણકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે 2014માં મનોહર લાલ સામે ચૂંટણી લડી હતી, તે દરમિયાન તેઓ INLDમાં હતા.

Niraj Patel