એવા અનોખા લગ્ન જેમાં જાનથી લઈને વરમાળા સુધી હતું બધું જ એકદમ અલગ, હવે થઇ રહી છે વર-કન્યાની ચર્ચાઓ, જુઓ તસવીરો અને વીડિયો

આપણા દેશની અંદર સૌથી વધારે ખર્ચ જો કોઈ પ્રસંગ પાછળ કરવામાં આવતો હોય તો તે છે લગ્ન પ્રસંગો. લગ્નમાં શરૂઆતથી લઈને અંત સુધી ઘણા બધા વિધિઓ કરવામાં આવે છે, સાથે જ જાન અને વિદાયમાં પણ ખુબ જ જાહોજલાલી કરવામાં આવે છે. પરંતુ આ દરમિયાન એક એવા લગ્ન સામે આવ્યા છે જેને જોઈને તમને પણ નવાઈ લાગશે.

સોશિયલ મીડિયા ઉપર આ લગ્નની ઘણી તસવીરો વાયરલ પણ થઇ રહી છે. આ લગ્ન “ઇકો ફ્રેન્ડલી” હતા, જેના કારણે તેની ચર્ચાઓ થઇ રહી છે. આ લગ્નની કેટલીક સુંદર તસવીરો આઈએએસ સુપ્રિયા સાહુ દ્વારા ગુરુવારના રોજ પોસ્ટ કરવામાં આવી હતી.

તેમને આ તસવીરો પોસ્ટ કરવાની સાથે જ કેપશનમા લખ્યું હતું, “વરરાજા ઘોડા કે કારમાં નહીં, પરંતુ ઇલેક્ટ્રિક બાઈક દ્વારા આવ્યો અને જયારે દુલ્હને વરમાળામાં વરરાજાને તુલસીની માળા પહેરાવી હતી. ગજબ ઇકો લગ્ન. માધુરી અને આદિત્ય તમારો આભાર.”

રિપોર્ટ પ્રમાણે આ તસ્વીરોમાં નજર આવી રહેલા કપલ માધુરી અને આદિત્ય છે. બંને સ્કૂલના મિત્રો છે જે લાંબી રાહ જોયા બાદ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા હતા. બંનેને કુદરત સાથે ખુબ જ પ્રેમ છે. જેના કારણે તેમને ઇકો ફ્રેન્ડલી લગ્નનો નિર્ણય કર્યો. આ લગ્નની અંદર સજાવટથી લઈને મોટાભાગની વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી અને રીસાઇકલ હતી. સાથે જ લગ્નમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં પણ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. અને લોકો પણ આ લગ્નની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Arun Molasi (@molasi.milieu)

Niraj Patel