5 જી નેટવર્કની સુનાવણી દરમિયાન જુહી ચાવલાને જોઈને ગીત ગાવા લાગ્યો એક વ્યક્તિ, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

બૉલીવુડ અભિનેત્રી જુહી ચાવલાએ 5જી નેટવર્ક વિરુદ્ધ હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન જુહીના એક ચાહક દ્વારા સુનાવણીમાં રુકાવટ ઉભી કરી દીધી હતી. બન્યું એવું કે દિલ્હી હાઇકોર્ટમાં અભિનેત્રી અને પર્યાવરણવિદ્દ જુહી ચાવલાની 5જી વાયરલેસ નેટવક તકનીકી ચુનોતી આપવા વાળી યાચિકા ઉપર સુનાવણી દરમિયાન એક વ્યક્તિ ગીતો ગાવા લાગ્યો. ઓનલાઇન સુનાવણી દરમિયાન જજના નિર્દેશ ઉપર એ વ્યક્તિને હટાવવા છતાં પણ તે ફરીવાર સામેલ થઈને વચ્ચે વચ્ચે જુહી ચાવલાની ફિલ્મોના ગીતો ગાવા લાગ્યો.

જુહી દક્ષિણ આફ્રિકાથી વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી સુનાવણી દરમિયાન જોડાઈ હતી. અલગ અલગ નામથી સુનાવણીમાં સામેલ થવા વાળા વ્યક્તિએ સૌથી પહેલા જુહીની પ્રખ્યાત ફિલ્મ “હેમ હે રહી પ્યાર કે”નું :ઘૂંઘટ કી આડ મેં દિલબરકા” ગયું હતું જેના બાદ તેને સુનાવણીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.

જેના બાદ તે વ્યક્તિ ફરીથી સુનાવણીમાં જોડાયો અને જુહીની બીજી એક ફિલ્મ “નાજાયજ”નું “લાલ લાલ હોઠો પે ગોરી કિસકા નામ હે…જુહી ચાવલા” ગાવા લાગ્યો. બીજીવાર પણ તેને હટાવી દીધા બાદ તે વ્યક્તિ ફરી આવ્યો અને “મેરી બન્નો કી આયેગી બારાત, કે ઢોલ બીજાઓજી” ગીત ગાયું.

અંતે તે વ્યક્તિએ જણાવ્યું કે, “જુહી મેમ ક્યાં છે ? હું તેમને નથી જોઈ શકતો.” જેના ઉપર ન્યાયાધીશ દ્વારા આ વ્યક્તિનો અવાજ બંધ કરવાનો નિર્દેશ આપ્યો.આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

જુહી ચાવલાએ પોતે જ મંગળવાર સાંજે ટ્વીટર ઉપર અદાલતની સુનાવણીમાં સામેલ થવા માટે એક લિંક શેર કરી હતી. ન્યાયમૂર્તિ જે આર મીંઢાએ કોર્ટ માસ્ટરને કાર્યવાહી રોકવા માટે કહ્યું અને દિલ્હી પોલીસનો સંપર્ક કરીને વ્યક્તિની શોધ કરવા માટે નિર્દેશ આપ્યા જેના કારણે આવી હરકત માટે નોટિસ રજૂ કરી શકાય.જુઓ આ ઘટનાનો વીડિયો…

Niraj Patel