આતંકી અથડામણમાં શહીદ થઇ ચૂકેલા DSP હુમાયૂં ભટ્ટની કહાની…પિતા રહી ચૂક્યા છે IG, 2 મહિનાની છે દીકરી

કોણ છે DSP હુમાયૂં ભટ્ટ ? જે કાશ્મીરમાં થયા શહીદ, પિતા રહી ચૂક્યા છે IG, 2 મહિનાની છે દીકરી

એક વર્ષ પહેલા થયા હતા લગ્ન, બે મહિનાની દીકરી…અનંતનાગ એનકાઉન્ટરમાં શહીદ થયેલા DSP હુમાયૂં ભટ્ટની કહાની

DSP Humayun Bhatt : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના એક કર્નલ, એક મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના નાયબ પોલીસ અધિક્ષક શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા લોકોમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટ્ટ છે.

જણાવી દઇએ કે, હુમાયુ ભટ્ટના પિતા પણ પોલીસ અધિકારી રહી ચૂક્યા છે. તેમના પિતા ગુલામ હસન ભટ્ટ જમ્મુ-કાશ્મીર પોલીસમાં ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) તરીકે કામ કરી ચૂક્યા છે. જો કે તે હવે નિવૃત્ત છે. હુમાયુ ભટ્ટના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેમની 2 મહિનાની દીકરી પણ છે. ડીએસપી હુમાયુ ભટ્ટ મૂળ પુલવામા જિલ્લાના ત્રાલના હતા.

તેમનો પરિવાર હવે શ્રીનગર એરપોર્ટ નજીક હુમહામાની વીઆઈપી કોલોનીમાં રહે છે. આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવારે સાંજે શરૂ થયું હતું, પરંતુ રાત્રે તેને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. બુધવારે સવારે ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી. અધિકારીઓનું માનવું છે કે આતંકવાદીઓનું આ એ જ જૂથ છે જેણે 4 ઓગસ્ટના રોજ કુલગામ જિલ્લાના હલાણ વન ક્ષેત્રના ઊંચા વિસ્તારમાં સેનાના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા.

કર્નલ સિંહે તેમની ટીમનું નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓ પર હુમલો કર્યો. જો કે, આતંકીઓએ તેના પર ગોળીબાર કરતા સમયે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મેજર આશિષ અને ડીએસપી ભટ્ટને પણ ગોળીઓ વાગી હતી અને તેને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે, તેઓ સારવાર દરમિયાન શહીદ થઇ ગયા.

Shah Jina