જામનગરમાં અનંત અને રાધિકાના લગ્ન પહેલા ખાસ ડ્રોન શોનું રિહર્સલ કરવામાં આવ્યું, પશુ પક્ષીઓ સાથે જોવા મળ્યું કપલ, જુઓ વીડિયો

અનંત અંબાણીનો પ્રાણીઓ માટે છે ખાસ લગાવ, લગ્ન પહેલા જ ડ્રોન શોના રિહર્સલમાં જામનગર વાસીઓને જોવા મળી ખાસ ઝલક, જુઓ વીડિયો

Drone show for Anant and Radhika : હાલ ગુજરાતના જામનગરમાં જાહોજલાલી જોવા મળી રહી છે. કારણ કે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફંક્શન શરૂ થવાના છે. જામનગરમાં 1થી 3 માર્ચ સુધી આ કાર્યક્રમો યોજાશે. જેને લઈને તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ પ્રસંગોનું આમંત્રણ કાર્ડ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

ડ્રોન શો રિહર્સલ :

ત્યારે આ પ્રસંગોની તૈયારીઓના ભાગરૂપે જામનગર રિલાયન્સ ગ્રીન્સમાં ખાસ ડ્રોન શોનું આયોજન પણ થયેલું જોવા મળ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને જામનગર વાસીઓ પણ અભિભૂત થઇ ગયા હતા. કારણ કે આકાશમાં આ ખાસ ડ્રોન શોની અંદર એવી એવી વિવિધતા જોવા મળી કે સૌ કોઈ જોતા જ રહી ગયા.

વીડિયો આવ્યો સામે :

સામે આવેલા વીડિયોમાં જંગલ થીમ જોવા મળી રહ્યું છે. જેમાં આકાશની અંદર ડ્રોન જંગલનું દૃશ્ય બતાવી રહ્યા છે. સાથે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રતિકૃતિ પણ જોવા મળી રહી છે. હાથમાં હાથ લઇ અનંત અને રાધિકા ચાલતા જોવા મળે છે અને તેમની પાછળ પ્રાણીઓ પણ ચાલતા જોવા મળી રહ્યા છે. આ દૃશ્ય ખુબ જ મનમોહક લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by I Love Jamnagar (@ilovejamnagar)

અનંતનો પ્રાણીઓ માટે જોવા મળ્યો પ્રેમ :

સામે આવેલા વિડીયો અને અનંત અંબાણી દ્વારા મીડિયાને આપેલા નિવેદનો દ્વારા એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે અનંત અંબાણી પ્રાણીઓને કેટલો પ્રેમ કરે છે.  તમને જણાવીએ દઈએ કે રાધિકા અને અનંતના લગ્ન માટે જામનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આ લગ્નમાં હાજરી આપવા માટે બૉલીવુડ, હોલીવુડ સમેત દુનિયાભરના દિગ્ગજો આવવાના છે. જેને લઈને સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by I Love Jamnagar (@ilovejamnagar)

Niraj Patel