હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભયો માહોલ જોવા મળી રહ્યો છે. અને ભારતે લાહોર સહિત કુલ 10 પાકિસ્તાની શહેરોમાં ડ્રોન હુમલા કર્યા છે. જેમાં રાવલપિંડીનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમમાં પણ ભારે નુકસાન થયું છે.ત્યારબાદ પણ પાકિસ્તાન તેમની નાપાક હરકતોથી ઊંચું નથી આવી રહ્યું અને સરહદ પર સિઝફાયરનાં ઉલ્લંઘન બાદ હવે ભારતનાં 15 જેટલા સ્થળોને નિશાન બનાવે તે પૂર્વે જ તેના પ્લાન પર ભારતે પાણી ફેરવી દીધું હતું અને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
આ દિવસોમાં પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ બતાવી રહ્યા છે. ખાસ કરીને રાવલપિંડી વિસ્તાર સાથે સંબંધિત એક વીડિયો ચર્ચામાં છે.વીડિયોમાં, એક વ્યક્તિ પોતાને રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની નજીક હોવાનું જણાવી રહ્યો છે અને દાવો કરે છે કે એક ભારતીય ડ્રોન ત્યાં પડી ગયું છે. સ્થાનિક ટેલેવિઝન ચેનલનાં અહેવાલ મુજબ, આ હુમલામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોકે, પાકિસ્તાનની સેના અને વહીવટીતંત્ર આ દાવાને સ્પષ્ટપણે નકારી રહ્યા છે. જોકે એક વાયરલ વીડિઓએ પાકિસ્તાની સરકારની પોલ ખોલી નાખી છે.
This is my favorite video😂😂🤣🤣
Boy – What happened inside food park?
Pakistani Police – Aasmani Bijli Giri Hai (Drone Attack) 🤣🤣#IndiaPakistanWar #Lahore #DroneAttack #OperationSindoor2 pic.twitter.com/aW1tkFs3IX
— Brahmin Genes (@Brahmingen) May 8, 2025
વીડિયોમાં દેખાતા આ વ્યક્તિ જે પાકિસ્તાનની સેના અને પોલીસ પર ગુસ્સાથી લાલગુમ થઈ રહ્યો છે. વીડિયોમાં તે સેના અને સરકારી વિભાગની ખોટી વાર્તાનો પર્દાફાશ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં, તે માણસ કહેતો જોઈ શકાય છે કે ઘણા બધા બેશરમ લોકો છે..તેઓ કહી રહ્યા છે કે વીજળી પડી છે. તેમને જૂઠું બોલવામાં શરમ નથી આવતી. લોકોમાં ભય છે અને લોકો તેમના બાળકોને લેવા આવી રહ્યા છે, પંજાબ પોલીસ અને આર્મીનો કાફલો ઉભો છે અને તેમ છતાં તેઓ કહી રહ્યા છે કે વીજળી પડી છે.
એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં આવેલી ફૂડ સ્ટ્રીટ પાસે એક ડ્રોન ઝાડ સાથે અથડાયા પછી ક્રેશ થયું. આ અકસ્માતને કારણે સ્થળ પર આગ લાગી ગઈ.આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાન સરકારની નિષ્ફળતા અને દંભની પોલ છતી થઈ ગઈ છે. જે સ્ટેડિયમ પર ભારતે ડ્રોન હુમલો કર્યો હતો ત્યાં એક વ્યક્તિ પસાર થયો હતો અને તેમણે કહ્યું હતું કે પોલીસ કહી રહી છે કે અહી કોઇ હુમલો નથી થયો, અહી આકાશી વીજળી પડી છે.