ભારતની ટ્રેનમાં 15 કલાક સફર કર્યા બાદ અંગ્રેજી બાબુની હાલત થઇ ખરાબ, હોસ્પિટલમાં કરાવવી પડી સારવાર; જુઓ વીડિયો

અમેરિકન ટ્રાવેલ વ્લોગર નિક મેડોક ભારતની મુલાકાતે આવ્યો હતો. તેને ઇતિહાસ જાણવાનો શોખ હતો, પરંતુ ભારતીય ટ્રેનની મુસાફરી દરમિયાન તેની હાલત એવી થઇ કે સીધું હોસ્પિટલ જવું પડ્યુ. વારાણસીથી ન્યૂ જલપાઈગુડી સુધીની 15 કલાકની ટ્રેન મુસાફરી નિક માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. નિક મેડોક અમેરિકાના મિસૂરીનો રહેવાસી છે. તે છેલ્લા 8 વર્ષથી દુનિયાભરમાં પ્રવાસ કરી રહ્યો છે. ભારત આવ્યો તો કોઇએ સલાહ આપી કે ટ્રેન પકડી અસલી ભારત જુઓ.

તો જનાબ એ એસી ક્લાસમાં ટિકિટ બુક કરાવી અને 15 કલાકની ટ્રેનની મુસાફરી પર નીકળ્યો. પણ આ પછી જે થયું, તે નિકને હંમેશા યાદ રહેશે. થોડા દિવસો પછી ભૂટાનમાં તેને શ્વાસ લેવાના રસ્તામાં ઇન્ફેક્શન થઇ ગયુ, હાલત એટલી બગડી ગઈ કે ઓક્સિજન માસ્કનો ઉપયોગ કરવો પડ્યો. ઇન્સ્ટાગ્રામ પરના એક વીડિયોમાં, નિક હોસ્પિટલના બેડ પર જોવા મળ્યો, અને આ દરમિયાન ઓક્સિજનની મદદથી શ્વાસ લેતા પણ જોવા મળ્યો.

નિકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “સાંભળો, મને ભારત ખૂબ ગમે છે. અહીંના લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ અને ઉદાર છે, દૃશ્યો ખૂબ જ સુંદર છે અને અહીંનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ અને પવિત્ર છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે વારાણસીથી ન્યૂ જલપાઇગુડી સુધીની મારી 15 કલાકની ટ્રેન સવારી (3rd ક્લાસ એસીમાં) મારા 6 વર્ષની મુસાફરીમાં મેં જોયેલી સૌથી ઘૃણાસ્પદ વસ્તુઓમાંની એક હતી. કોઇ હાયર ક્લાસ મળી જ નહિ.

આવું હોવું જરૂરી નહોતુ. ભૂટાનમાં ત્રણ દિવસ રહ્યા પછી મને ગંભીર રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું. હવે હું સારું અનુભવી રહ્યો છું પરંતુ સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં ઘણો સમય લાગશે.” જો કે નિકે ટ્રેનનું નામ જાહેર કર્યું ન હતું, પરંતુ તેનું ટોયલેટ બતાવતા કહ્યું, મને ખબર નહોતી કે 72 કલાક પછી હું હોસ્પિટલમાં મળીશ. જેવો જ નિકનો વીડિયો વાયરલ થયો કે ઇન્ટરનેટ બે ભાગમાં વહેંચાઈ ગયું. કેટલાક લોકોએ સહાનુભૂતિ દર્શાવી, જ્યારે કેટલાકે નિકની મજાક ઉડાવી.

 

View this post on Instagram

 

A post shared by Nick Maddock (@nickmaddockglobal)

Shah Jina
error: Unable To Copy Protected Content!