બોક્સ ઓફિસ પર અજય દેવગનની આંધી, અધધધધ કરોડ કમાઈ ગઈ દ્રશ્યમ 2, લોકો જોવા ક્રેઝી થયા

અજય દેવગનની ફિલ્મે 4 જ દિવસમાં અક્ષય કુમારની ફિલ્મ પાડી દીધી, દર્શકોની બની પહેલી પસંદ, જલ્દી વાંચો કેટલું કમાઈ ગઈ

સસ્પેન્સ, ડ્રામાથી ભરપૂર અજય દેવગનની ફિલ્મ દૃષ્ટિમ 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ચોથા દિવસે પણ ફિલ્મે સારી કમાણી કરી હતી. અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત ‘દ્રશ્યમ 2’ બોક્સ ઓફિસ પર ટોચની કમાણી કરનાર તરીકે ઉભરી રહી છે. સોમવારે ફિલ્મે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. અજય દેવગન, તબ્બુ અને અક્ષય ખન્ના અભિનીત ‘દ્રશ્યમ 2’, સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક હતી, જે 18 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ ‘દ્રશ્યમ 2’ના કલેક્શને બધાને ચોંકાવી દીધા છે.

જો ફિલ્મને આવો જ રિસ્પોન્સ મળતો રહેશે તો તે તેના પહેલા જ સપ્તાહમાં 100 કરોડનો આંકડો પાર કરી શકે છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ‘દ્રશ્યમ 2’ એ સોમવારે 11.75-12 કરોડની નેટ રેન્જ સાથે શાનદાર બિઝનેસ કર્યો છે, જે પહેલા દિવસથી માત્ર 20% ઓછો છે. ‘દ્રશ્યમ 2’એ માત્ર ચાર દિવસમાં 75 કરોડનું કલેક્શન કર્યું છે. જે બાદ આ ફિલ્મ વિશે એવી સંભાવના છે કે તે પહેલા અઠવાડિયામાં 100 કરોડનો આંકડો પાર કરી શકે છે.

‘દ્રશ્યમ 2’ એ 2022માં બોલિવૂડનું ત્રીજું સૌથી મોટું સોમવાર કલેક્શન કર્યું છે. આ વર્ષે રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’એ પહેલા સોમવારે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો. ‘બ્રહ્માસ્ત્ર’એ તેના ચોથા દિવસે એટલે કે સોમવારે 15.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ વર્ષે અક્ષય કુમારની સૌથી મોટી ફિલ્મ ‘રામ સેતુ’નું કલેક્શન માત્ર 74 કરોડ જેટલું હતું. એટલે કે અજય દેવગનની ‘દ્રશ્યમ 2’એ માત્ર 4 દિવસમાં ‘રામ સેતુ’ના કલેક્શનનો આંકડો પાર કરી લીધો છે.

અજય દેવગનની આ ફિલ્મ કમાણીના મામલે હિટ સાબિત થઈ રહી છે. ‘દ્રશ્યમ 2’ આ શુક્રવારે વરુણ ધવન સ્ટારર ભડિયા સાથે ટકરાશે. આ મુકાબલામાં કોણ કોના ઉપર વિજય મેળવશે તે જોવું રસપ્રદ રહેશે. ‘દ્રશ્યમ 2’ એ મોહનલાલની મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક છે. આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2015માં રિલીઝ થયો હતો.

આ વર્ષની સોમવારની સારી કમાણી કરનાર ટોપ-5 ફિલ્મો :

બ્રહ્માસ્ત્ર – 15.1 કરોડ, ધ કશ્મીર ફાઇલ્સ- 15.05 કરોડ, દ્રશ્યમ 2 – 11.87 કરોડ

ભૂલ ભૂલૈયા 2 – 10.75 કરોડ, ગંગુબાઇ કાઠિયાવાડી – 8.18 કરોડ

Shah Jina