પોતાના ક્રશ સાથે લગ્ન કરવા માટે આ ધારાવાહિક વાળા કેવા તમને ઉલ્લુ બનાવે છે ? જુઓ આ વીડિયો, તમને પણ તમારી આંખો ઉપર વિશ્વાસ આવી જશે

આજે મોટા ભાગના ઘરની અંદર ટીવી ધારાવાહિક જોવામાં આવે છે,  ખાસ કરીને મહિલાઓ ટીવી સિરિયલો જોવાનો ખુબ જ શોખ ધરાવતી હોય છે અને તેના કારણે આપણા ઘરની મહિલાઓ ટીવી સિરિયલ જોતી હોય તો આપણે પણ જોવા લાગીએ, પરંતુ એ જોતા જોતા તમને પણ આવી ધારાવાહિકો ઉલ્લુ બનાવતી હોય તેમ લાગે છે.

ઘણી ધારાવાહિકો લાંબા સમય સુધી ચલાવવા માટે એવા એવા ટ્વીસ્ટ લઇ આવે છે જે સામાન્ય માણસની કલ્પના બહારના હોય અને રિયલ લાઈફમાં પણ આવું થવું દૂર દૂર સુધી જાણે સંભવ જ ના હોય. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક ધારાવાહિકનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સીન એવો છે જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા.

આ દ્રશ્ય બંગાળી ટીવી શો “અય તોબે સોહોચોરી”નું છે, આ શોના મેરેજ સેગમેન્ટમાં એવો ટ્વિસ્ટ મૂકવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયા પર લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. લગ્નની ક્લિપનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપ એટલી રમુજી છે કે કોઈ પણ હસવા માટે મજબૂર થઈ જાય. ચાલો સસ્પેન્સ ઓછું કરીએ અને તે એપિક સેગમેન્ટ વિશે જણાવીએ.

લગ્નના આ સિક્વન્સમાં વરમાળા થવાની છે. દુલ્હન વરરાજાના ગળામાં માળા પહેરાવવા જાય છે ત્યારે અચાનક કોઈએ વરને પાછળથી ધક્કો માર્યો. પછી સૌથી મોટો ટ્વિસ્ટ આવે છે. જે ત્યાં હાજર તમામ લોકોના હોશ ઉડી જાય છે. દરેકના મોં ખુલ્લાં રહી જાય છે. ધક્કો માર્યા પછી, જે વર બાજુ પર હતો તે આ લગ્નમાંથી બાજુમાં આવે છે. મતલબ કે કન્યા વરને બદલે બીજા કોઈના ગળામાં માળા પહેરાવે છે.

છે ને એકદમ એપિક ટ્વીસ્ટ. જેના બાદ જે વ્યક્તિના ગળામાં કન્યા ભૂલથી વરમાળા નાખી દે છે તે વ્યક્તિ મૂળ વરરાજા પાસેથી માળા લે છે અને કન્યાના ગળામાં પહેરાવી દે છે. પણ હજુ ઉભા રહો.. આ ટ્વીસ્ટ અહીંયા જ પૂરો નથી થતો. આ લગ્નમાં હજુ ઘણું બાકી છે. લગ્નમાં હાજર લોકોના ચહેરાને જોઈને લાગે છે કે તેમને ઘણું નુકસાન થયું છે.

આ ઘટના બાદ લગ્નમાં હાજર લોકો કઈ સમજી શકે એ પહેલા જ તે વ્યક્તિ પંડિતના હાથમાં રહેલી થાળીમાંથી સિંદૂર લઈને કન્યાના સેંથામાં ભરી દે છે. પહેલા તે સિંદૂર ભરતી વખતે અટકે છે અને પછી કન્યાના આખા કપાળ પર સિંદૂર લગાવે છે. આ બધું જોઈને કન્યા, મહેમાન, પરિવારના સભ્યો અને હા અસલી વર પણ ચોંકી જાય છે.

Niraj Patel