બંગાળના આ ડોકટર નથી છોડવા માંગતા યુક્રેનની ધરતી- કારણ જાણી તમને પણ થશે ગર્વ

યુક્રેનમાં યુદ્ધ દરમિયાન જ્યારે અન્ય દેશોના ફસાયેલા નાગરિકો પોતાના દેશમાં પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે એક ભારતીય ડોક્ટરે યુક્રેનમાં જ રહેવાનો નિર્ણય લીધો છે. જે ડોક્ટરે આ નિર્ણય લીધો છે, તેમનું નામ પૃથ્વી રાજ ઘોષ છે. ડૉ. ઘોષ યુક્રેનની રાજધાની કિવમાં છે અને તેમણે હાલમાં ત્યાંથી પરત ફરવાની ના કહી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તમામ ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન નહીં છોડે ત્યાં સુધી તેઓ યુક્રેન છોડશે નહીં.ડોક્ટરે યુક્રેનમાં જ એક નાની ટીમ બનાવી છે અને લોકોને મદદ કરી રહી છે.

પૃથ્વી રાજ ઘોષ ઓન્કોલોજિસ્ટ છે અને છેલ્લા 20 વર્ષથી યુક્રેનના કિવમાં રહે છે. છેલ્લા 5 દિવસમાં તેણે લગભગ 400 ભારતીયોને કિવમાંથી બહાર કાઢવામાં મદદ કરી છે. તે એક સંસ્થા ચલાવે છે જે વિદેશી વિદ્યાર્થીઓને યુક્રેનમાં માર્ગદર્શન પણ આપે છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ડોક્ટરે કહ્યુ કે, “હું અહીં ફસાયેલો નથી પરંતુ મારી મરજીથી અહીં છુ. મેં યુક્રેનમાંથી લગભગ 350 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે, જેઓ કિવમાં મારા વિદ્યાર્થીઓ હતા. કેટલાક કન્સલ્ટન્ટ સતત મને વધુ વિદ્યાર્થીઓને મદદ કરવા કહે છે. તે વિદ્યાર્થીઓ વિવિધ ભાગોમાં, ખાસ કરીને સુમીમાં ફસાયેલા છે.

કોલકાતાના રહેવાસી ડૉ. ઘોષ કહે છે કે યુદ્ધવિરામની જાહેરાત આ દેશના સામાન્ય નાગરિકો માટે છે અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે નથી. ઘોષના મતે હજુ પણ લગભગ બે હજાર વિદ્યાર્થીઓ ખાર્કિવમાં ફસાયેલા છે. ડૉ.ઘોષના યુક્રેન ન છોડવાના નિર્ણયથી એક તરફ તેમનો પરિવાર ડરી ગયો છે તો બીજી તરફ ગર્વ પણ અનુભવે છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા, તેમની માતાએ તેમના પુત્ર અને અન્ય વિદ્યાર્થીઓના સુરક્ષિત વાપસી માટે પ્રાર્થના કરી. તેમના પિતાને પોતાના પુત્ર પર ગર્વ છે.

Image source

ડોક્ટર પૃથ્વી ઘોષ જણાવે છે કે તેઓ આ પહેલા પણ આવી પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા છે. તેમણે કહ્યું, “મારા માતા-પિતા ચિંતિત છે. પરંતુ, હું સમજું છું કે તે મારી જવાબદારી છે. મેં વિદ્યાર્થીઓના વાલીઓને વચન આપ્યું હતું કે હું તેમની સંભાળ રાખીશ. 2013-14 દરમિયાન પણ મારે કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને મેં ત્યારે પણ એવું જ કર્યું હતું. હવે, હું તેને સંભાળવા માટે વધુ પરિપક્વ છું.”

Shah Jina