શક્તિમાનમાં ડોક્ટર જૈકાલની ભૂમિકા નિભાવનાર અભિનેતાને લઈને આવ્યા ખરાબ સમાચાર

90ના દાયકાના બાળકોની મન પસંદ ધારાવાહિક “શક્તિમાન”ના પાત્રો પણ બાળકો તેમજ દર્શકોને ખુબ જ પસંદ આવતા હતા. ત્યારે હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં આ ધારાવાહિકનું એક ખુબ જ ખ્યાતનામ પાત્ર ડોક્ટર જૈકાલ પણ ફસાયું છે.

ડોક્ટર જૈકાલનો રોલ અદા કરનારા એક્ટર લલિત પરીમૂની કોરોનાની હાલત નાજૂક છે. આ સમયે તેમને મુંબઇનાં ભાયંદર મીરા રોડ પર આવેલા એક કોવિડ સેન્ટરમાં ICU વોર્ડમાં ભરતી છે અને તેમને પ્લાઝ્માની સખત જરૂર છે.

આ બાબતે ડાયરેક્ટર હંસલ મહેતાએ ટ્વીટ કરીને લોકોને મદદ કરવા માટે અપીલ કરી છે. હંસલ મેહતાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે, “એક્ટર લલિત પરીમૂ પ્રમોદ મહાજન હોલને આઇસીયૂ વોર્ડ 5માં ભરતી છે. લલિતને પ્લાઝ્માની તાત્કાલિક જરૂર છે. તેનું બ્લડ ગ્રુપ A પોઝિટીવ છે. મહેરબાની લરીને મદદ કરો.”

Niraj Patel