એક પિતા દહેજમાં ના આપી શક્યો ક્રેટા કાર તો સાસરી વાળાએ લઇ લીધો દીકરીનો જીવ, વાંચીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

આપણા સમાજની અંદર દહેજનું દુષણ આજે પણ યથાવત છે. દહેજના કારણે ઘણી દીકરીઓને પોતાના જીવ ખોવા પડે છે, તો ઘણી દીકરીઓનો સંસાર પણ તૂટતો હોય છે. હાલમાં જ એક એવી જ દીકરીનો કિસ્સો ગુરુગ્રામમાંથી સામે આવ્યો છે.

ગુરુગ્રામમાં એક પરિણીતાનું સંદિગ્ધ રીતે મોત થઇ ગયું. મૃતકના પરિવારજનોએ તેના પતિ અને સાસરીવાળા વિરુદ્ધ દહેજ માટે હત્યા કરવાનો કેસ દાખલ કરાવ્યો છે. મૃતક પરિણીતાની ઓળખ તનુજાના રૂપમાં કરવામાં આવી છે.

તનુજા એક બેંકની અંદર કામ કરતી હતી. તેના પિતાનો આરોપ છે કે તેમને દહેજમાં જમાઈને ક્રેટા કાર નહોતી આપી. જેના કારણે સાસરીપક્ષના લોકોએ તનુજાને ઝેર આપીને મારી નાખી છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર તનુજાના લગ્ન 24 મેં 2020ના રોજ ખરખડી ગામ નિવાસી સંદીપના સાથે થયા હતા. આ પ્રેમલગ્નની સાથે અરેન્જ મેરેજ પણ હતા. 7 માર્ચના રોજ સંદીપના પરિવારજનોએ તનુજાના પિતાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તનુજા હોસ્પિટલમાં દાખલ છે.

પોલીસે મૃતકના પિતાની ફરિયાદ ઉપર આરોપી સંદીપ અને તેના પરિવારજનો વિરુદ્ધ આઇપીસીની કલમ 304બી (દહેજ હત્યા) અને કલમ 498એ એટલે કે દહેજની માંગણી કરવી જેવી અન્ય ધારાઓ અંતર્ગત મામલો દાખલ કરી લીધો છે. તનુજાના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્ન બાદ ક્રેટા ના આપી એટલા માટે તેમની હોનહાર દીકરીને મારી નાખી.


એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે સંદીપ અને તેના પરિવારજનો તનુજાને મહેણાં મારતા હતા. તેનો શારીરિક અને માનસિક ઉત્પીડન કરતા હતા. જોકે આ બાબતને લઈને બંને પરિવાર વચ્ચે ઘણીવાર વાતચીત પણ થઇ તે છતાં પણ સંદીપ અને તેના પરિવારજનોની દહેજની માંગણી વધતી જ ચાલી ગઈ. આ દરમિયાન ચિંતાની હાલતમાં જ તનુજાનું સંદિગ્ધ રીતે મોત થઇ ગયું. આ મામલામાં હવે બિલાસપુર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની તપાસ ચાલી રહી છે.

Niraj Patel