ખબર

અમદાવાદમાં વાજતે ગાજતે કાઢવામાં આવ્યું 2 કરોડની પોર્શ ગાડીનું સરઘસ, ઉપર લખ્યું, “ગધેડા સારા કે 2 કરોડની ગાડી ?” જુઓ વીડિયો

ઘણા લોકો પોતાના સ્ટેટ્સ અનુસાર મોંઘી મોંઘી ગાડીઓ રાખતા હોય છે. ઘણા લોકો શોખ માટે પણ કરોડોની લક્ઝુરિયસ કિંમતની ગાડીઓ વસાવતા હોય છે, અને આ મોટી કંપનીઓ તેમના કામ માટે પણ દુનિયાભરમાં એક આગવી નામના ધરાવે છે, પરંતુ હાલ અમદાવાદમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તેને આવી લક્ઝુરિયસ કાર બનાવતી કંપનીની ગાડીઓ ઉપર પણ સવાલો ઉભા કરી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરનાં વસ્ત્રાપુરમાં રહેતાં કાર માલિક ઉમંગ કાપોપરાએ તેમની વૈભવી કારમાં તકલીફ હોવા છતાં પણ પોર્શે કંપનીએ કારને રિપેર ના કરી આપતા કંટાળેલા આ વ્યક્તિએ કારને દોરડાં  સાથે બાંધી અને તેના ઉપર બેનર લાગાવીને વાજતે ગાજતે વસ્ત્રાપુરમાં તેનું સરઘસ કાઢીને અનોખો વિરોધ કર્યો હતો.

આ વૈભવી કાર ઉપર તેમને ‘ગધેડા સારા કે બે કરોડની કાર’, ‘પોર્શે કાર કરતાં છકડો-રિક્ષા સારી’ જેવા બેનરો લગાવીને કાર ઉપર ઘાસ પણ મૂક્યું હતું અને અડધો કિલોમીટર સુધી કારને ફેરવી તેનું સરઘસ કાઢ્યું હતું.

ઉમંગ કપોપરાએ તેમની 2 કરોડની કિંમતની ગાડી ખામી યુક્ત હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કાર તેમને પોણા બે વર્ષ પહેલા ખરીદી હતી. ગાડીમાં બ્રેકની તકલીફ હતી.. આથી કંપનીમાં ફરિયાદ કરી હતી પરંતુ અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા તેમણે આ અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું હતું.

આ બાબતે તેમને જણાવ્યું હતું કે, “આ દરમિયાન વસ્ત્રાપુરમાં મેરિયોટ હોટલ ખાતે પોર્શે કંપનીનો કાર્યક્રમ હોવાની મને જાણ થઇ એટલે શનિવારે સાંજે સત્યાગ્રહ છાવણી સોસાયટીથી મેરિયોટ હોટેલ સુધીના અડધો કિલોમીટર વિસ્તારમાં ઢોલ નગારાં સાથે મારી બંધ પોર્શે કારને દોરડા બાંધી સરઘસ કાઢયું હતુ.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઉપરાંત તેમને જણાવ્યું કે, “જેમાં કાર ઉપર વિવિધ બેનરો અને ઘાસ મૂકીને વિરોધ કર્યો હતો. હવે પોર્શે કંપનીના જ્યાં પણ કાર્યક્રમ હશે ત્યાં મારી કાર લઇ જઇને વિરોધ કરીશ. મારો વિરોધ કરવા પાછળ એક જ આશય છે કે કંપની મારી કારની તકલીફનું સોલ્યુશન લાવે.”