વાહ… એમ જ નથી કહેવાતી ગુજરાતની ભૂમિને દાનવીરોની ભૂમિ ! સુરતના આ વેપારીએ રામ મંદિરમાં આપ્યું 101 કિલો સોનાનું દાન !

અયોધ્યા રામ મંદિર માટે ગુજરાતનાં આ બિઝનેસમેને આપ્યું 101 કિલો સોનાનું દાન, જાણો કોણ

Donation of 101 kg gold to Ram temple : અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં દેશભરના લોકોએ પોતાની યથાશક્તિ મુજબ દાન આપ્યું છે અને આજે એ ઐતિહાસિક દિવસ પણ આવી ગયો છે જયારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઇ રહી છે. આ ક્ષણ માટે દેશવાસીઓએ 500 વર્ષ સુધી રાહ જોઈ છે અને જયારે આજે આ શુભઘડી આવી ગઈ છે ત્યારે દેશભરમાં ઉત્સવનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર કાર્યક્રમો થઇ રહ્યા છે. અયોધ્યામાં પણ 1100 જેટલા વીવીઆઈપી મહેમાનો હાજરી આપવા માટે પહોંચી ગયા છે.

101 કિલો સોનાનું દાન :

રામ મંદિરના નિર્માણમાં ગુજરાતીઓએ પણ ખુબ જ મોટા પ્રમાણમાં દાન આપ્યું છે. ત્યારે હાલ એવા જ એક દાનવીરની કહાની સામે આવી છે જેમને રામ મંદિરમાં 101 કિલો સોનાનું દાન આપ્યું છે. રામ મંદિર માટે સુરતના વેપારી દ્વારા આપવામાં આવેલા આ દાને મોટા મોટા દાનવીરોને પણ પાછળ છોડી દીધા છે અને તેમના દાનની હાલ ગુજરાતમાં જ નહિ પરંતુ દેશભરમાં ચર્ચા થઇ રહી છે.

સુરતના લાઠી પરિવારે કર્યું આ દાન :

રામ મંદિરમાં 101 કિલો સોનાનું દાન આપનારા સુરતના આ દાનવીર છે હીરાના વેપારી દિલીપ કુમાર વી. લાઠી  અને તેમનો પરિવાર. તેમને 101 કિલો સોનાનું દાન આપ્યું. લાઠી પરિવાર સુરતના મોટા હીરાના વેપારીઓમાંથી એક છે. આ 101 કિલો સોનાનો ઉપયોગ રામ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે કરવામાં આવ્યો છે.

68 કરોડની કિંમતનું સોનુ :

ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે. આજે સોનાની પ્રતિ 10 ગ્રામ કિંમત 68 હજાર રૂપિયાની આસપાસ છે અને લાઠી પરિવાર દ્વારા 101 કિલો સોનાનું દાન કરવામાં આવ્યું છે. 1 કિલો સોનાની કિંમત પણ 68 લાખ થાય છે ત્યારે તેમને અંદાજિત 68 કકરોડ રૂપિયાના સોનાનું દાન કર્યું છે, આ રીતે લાઠી પરિવારે રામ મંદિર માટે સૌથી વધુ રકમ દાન કરી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

Niraj Patel