100 વર્ષ બાદ હોળી પર ચંદ્ર ગ્રહણ: ગ્રહણ દરમિયાન દાન કરો આ 3 સફેદ વસ્તુ, પૈસાથી ભરેલી રહેશે તિજોરી

હોળી પર ચંદ્ર ગ્રહણ દરમિયાન દાન કરો આ 3 સફેદ વસ્તુ, પૈસાથી ભરેલી રહેશે તિજોરી

25 માર્ચના રોજ હોળઈ છે અને આ દિવસે વર્ષ 2024નું પહેલુ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ છે. જો ચંદ્ર ગ્રહણના દુષ્પ્રભાવથી બચવું છે તો કેટલીક વસ્તુઓનું દાન કરવું એ ઉપયોગી સાબિત થઇ શકે છે. 25 માર્ચે હોળી પર લાગી રહેલા ચંદ્ર ગ્રહણની શરૂઆત સવારે 10.24 વાગ્યે થશે અને બપોરે 3.01 વાગ્યે ચંદ્ર ગ્રહણ સમાપ્ત થશે. આ ચંદ્ર ગ્રહણ ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ છે.

હિંદુ ધર્મમાં ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મકા વધી જાય છે. આ માટે ગ્રહણ કાળ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. સાથે જ ગ્રહણ બાદ દાન કરવામાં આવે છે. કારણ કે ગ્રહણના દુષ્પ્રભાવથી બચી શકાય. ચંદ્ર ગ્રહણ બાદ કેટલીક સફેદ વસ્તુઓનું દાન કરવાથી દુષ્પ્રભાવથી બચાવ થાય છે અને સાથે સાથે માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આ સફેદ વસ્તુઓનો સંબંધ ચંદ્રમા ગ્રહથી માનવામાં આવે છે.

દૂધ-ચોખાઃ ચંદ્રગ્રહણ પછી કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરો. આ ઉપરાંત દૂધનું દાન કરવું પણ ઘણું ફાયદાકારક રહેશે. આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ધનમાં વૃદ્ધિ થશે.

સફેદ કપડાં, મીઠાઈઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ પછી ચોખા અને દૂધ સિવાય તમે સફેદ વસ્ત્ર અને સફેદ મીઠાઈનું દાન પણ કરી શકો છો. જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો મોતી અથવા ચાંદીની કોઈપણ વસ્તુનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે.

(Disclaimer: ઉપરોક્ત જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina